અવમાનના અરજી દાખલ થયા બાદ કોર્ટ આદેશોનું અનુપાલન કરવાની ઉત્તર પ્રદેશની પ્રવૃતિ પર સુપ્રીમ કોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે પાણી માથા પરથી ઉપર આવી ગયું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની પીઠે આ ટિપ્પણી દાયકાઓથી જેલમાં બંધ કેદીઓની સમય પહેલા મુક્ત સંબંધિત આદેશોનું પાલન નહીં કરવા પર દાખલ થયેલી અવમાનના અરજી પર સુનાવણી દરમ્યાન કરી હતી. પીઠે જાણ્યું છે કે, અવમાનના અરજી દાખલ કર્યા બાદ એક દોષિતની અરજી પર વિચાર કર્યો હતો. સીજેઆઈએ તેના પર કહ્યું કે, અમને એ જાેવા મળી રહ્યું છે કે, અવમાનના અરજી દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવે છે, આ અયોગ્ય છે. સીજેઆઈએ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે, અધિકારીઓને કોર્ટમાં બોલાવીએ કેમ કે તેમની પાસે બીજા પણ કામ હોય છે.
આ જ કારણ છે કે અમે અધિકારીઓને વ્યક્તિગત હાજરીમાં છુટ આપતા રહ્યા છીએ, પણ હવે બહું થઈ ગયું. હવે અમે છુટ નહીં આપીએ. અમે અધિકારીઓને વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે મજબૂર નહીં કરીએ, સીજેઆઈ પ્રસાદે કહ્યું કે, આપ (રાજ્ય) પોતાનું ઘર સંભાળો, આવું નહીં થાય તો અમે ડીરેક્ટર જનરલને હાજર કરીશું. આગામી અઠવાડીયે ફરી થશે સુનાવણી!… સુનાવણી દરમ્યાન ત્યાં હાજર મામલા વિશે એએજી ગરિમા પ્રસાદે પીઠને જણાવ્યું કે, આ અરજી પર વિચાર કરી લીધો છે. ન્યાય મિત્ર ઋષિ મલ્હોત્રાએ જણાવ્યું કે, અન્ય અવમાનના અરજીની કોપી સરકારને આપી દીધી છે. જાે કે, પ્રસાદે કહ્યું કે, તેમને અરજીઓ મળી નથી. જેના પર પીઠે અરજીની કોપી સરકારને આપવાના નિર્દેશ આપતા સુનાવણી આગામી અઠવા઼ડીયા સુધી ટાળી દીધી છે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગુરુવારે જ અવમાનના એક કેસમાં બે વરિષ્ઠ અધિકારીઓને ન્યાયિક અભિરક્ષામાં લેવા માટે ઈલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો હતો. જ્યારે મુખ્ય સચિવ સહિત બે અધિકારીઓને હાજર રહેવાના નિર્દેશને રદ કરી દીધો હતો.


















Recent Comments