આગામી તા.૨૪ નાં રોજ ઉમરાળા તાલુકામાં સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૪/૦૮/૨૦૨૨ નાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીશ્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૫/૦૮/૨૦૨૨ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૫/૦૮/૨૦૨૨ સુધીમાં મામલતદારશ્રી, ઉમરાળાને રજુ કરવા જણાવવામાં આવેલ છે .
Recent Comments