fbpx
અમરેલી

આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની માલિકોએ લ્હેણીની રકમ ભરવા જોગ

વાહન નંબર GJ-03-AX-0324 ના માલિક શ્રી નિલેષભાઇ બાબુભાઇ પટેલ જેનું સરનામું છે ૧૫૨૨, મારવાડી મીલ કમ્પાઉન્ડ, ભોજપરા, મુ પો તા ગોંડલ જી- રાજકોટ અને વાહન નંબર GJ-11-X-0521 ના માલિક શ્રી બકુલભાઇ લાભુશંકર પંડયા જેનું સરનામું છે લીલીયા રોડ માણેકપરા, મુ પો તા જી અમરેલીના વાહનો મુંબઈ મોટર વ્હીકલ એકટ ૧૯૫૮ની કલમ ૧૨બી હેઠળ ડીટેઈન કરવામાં આવેલ છે. વાહન કર, દંડ, પેનલ્ટી, વિગેરેની બાકી લ્હેણી ૨કમ ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લ્હેણીની રકમ ભરવા દરકાર કરેલ નથી. આ અખબારી યાદી પ્રસિધ્ધ થયેથી દિન-૭ સુધીમા લ્હેણી રકમ ભરવા આખરી તક આપવામા આવે છે આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો હકક દાવો રહેશે નહી. રકમ ભરવામાં નહીં આવે તો રાજ્યસાત કરી વાહનની હરાજી – વેચાણ કરી બાકી રકમ વસુલવામા આવશે જેની ગંભીર નોંધ લેવા આરટીઓ કચેરીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts