સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે મહુવા રોડ પર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સિનિયર સીટીઝન પાર્ક બનાવવામાં આવેલ છે જેની આગળના ભાગે સાંકળ અને તાળા મારીને ટેબલો મુકેલા જોવા મળે છે તો કોઈ કોઈ જગ્યાએ આગળના ભાગે ટેબલ અને છત્રીઓ રાખીને જાહેર રસ્તાનું દબાણ કરવામાં આવેલ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. મામલતદાર કચેરીની બહાર પણ બહાર આગળના ભાગે છત્રીઓ અને ટેબલો રાખીને જાહેર રસ્તાઓનું દબાણ જોવા મળેલ છે. અગાઉ સિનિયર સિટીઝન પાર્કની આગળના ભાગે કેબીનો અને ટેબલો દૂર કરીને જગ્યા ખુલી કરવામાં આવી હતી.
આ ખુલ્લી જગ્યા પર પણ પુનઃ દબાણ થયેલું જોવા મળે છે સાવરકુંડલા મહુવા હાઇવે રોડ પરથી પસાર થતા વાહનો તેમજ મામલતદાર કચેરી અને કોર્ટના કામે આવતા અરજદારો અને સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીઓ પણ પડે છે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મામલતદાર ઓફિસ બહાર કરવામાં આવેલ તાર ફેંસિંગની જેમ કોઈ પ્રકારે તાર ફેંસિંગ કે અન્ય અવરોધો મુકવામાં આવે તો આ દબાણોનો પ્રશ્ન કાયમી ધોરણે બંધ થાય તેમ છે , આમ નગરપાલિકા તેમજ જાહેર મિલકતનું દબાણ અટકાવવા માટે આ બાબતે સત્વરે પગલાં લઇ આ તમામ દબાણો હટાવવા માટે પગલાં લેવા લેખિતમાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખશ્રી,સાવરકુંડલા લીલીયા વિસ્તારના જાગૃત ધારાસભ્ય સહિત ઊચ્ચ કક્ષાએ યોગેશ ઉનડકટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હવે આ દબાણો દૂર કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું
ReplyReply allForwardYou received this via BCC, so you can’t react with an emoji |
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=IAEoAjABogEKGgIQAEoECAEQAbIBBxgDIAAqATDYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1706696567665
Recent Comments