વિડિયો ગેલેરી

ઇશ્વરિયા ખાતે દિવ્યાંગોને નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનો કાર્યક્રમ યોજાશે

ભારત સરકારની એડિપ યોજના અન્વયે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), કાનપુર દ્વારા તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી  દિવ્યાંગોને નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ થશે. તા.૨૩ ઓકટોબર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯ વાગ્યે અમરેલી તાલુકાના ઇશ્વરિયા સ્થિત મોટા બાની વાડી ખાતે દિવ્યાંગોને નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનો કાર્યક્રમ યોજાશે, તેમ અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts