ઈન્ડસ્ટ્રી પોલિટીક્સથી કંટાળી પ્રિયંકાએ છોડ્યું બોલિવૂડ!
બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને ટેલેન્ટથી ડંકો વગાડનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના કરોડો ફેન્સ છે. પ્રિયંકા આજે બોલિવૂડની ફિલ્મોમાં ભાગ્યે જ જાેવા મળે છે. તેની પાછળ શું કારણ છે અને શા માટે તેણે બોલિવૂડ છોડી વિદેશમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યુ તે અંગે તેણે હાલમાં જ એક શોમાં મન ખોલીને વાત કરી હતી. પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં જવાના પોતાના ર્નિણય પર પહેલીવાર મૌન તોડતા કારણો જાણીને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં છે. તાજેતરમાં ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ શો આર્મચેર એક્સપર્ટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, કારકિર્દીની ટોચ પર હતી ત્યારે એણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને સિંગિંગ શરૂ કર્યું હતું. તેણે અમેરિકામાં પોતાના માટે કામની શોધ્યું હતું.
પ્રિયંકાએ કહ્યું કે, તે બોલિવૂડમાં પોતાની ઇચ્છા અનુસાર કામ મેળવી શકી નથી અને તે ઇન્ડસ્ટ્રીના પોલિટીક્સથી કંટાળી ગઇ છે. પ્રિયંકાએ આગળ જણાવ્યું કે, “મ્યુઝિક લેબલ દેસી હિટ્સની અંજલિ આચાર્યએ મને એક વખત એક મ્યુઝિક વિડીયોમાં જાેઇ હતી અને તેણે મને ફોન કર્યો હતો. તે સમયે હું સાત ખૂન માફનું શૂટિંગ કરી રહી હતી. અંજલિએ મને પૂછ્યું કે શું હું અમેરિકામાં મ્યૂઝીકમાં કારકિર્દી બનાવવા માગું છું? હું તે સમયે બોલિવૂડમાંથી છટકી જવાનું વિચારી જ રહી હતી. પ્રિયંકાએ કહ્યું- હું અહીંથી ભાગવાનો સારો રસ્તો શોધી રહી હતી. મને ઇન્ડસ્ટ્રીમાં સાઇડમાં ધકેલી દેવામાં આવી રહી હતી. લોકો મને કાસ્ટ કરી રહ્યા ન હતા. મને લોકો સામે ફરિયાદો પણ હતી. હું આવા પ્રકારની ગેમ રમવામાં માહેર નથી.
હું પોલિટીક્સથી કંટાળી ગઇ હતી અને મને બ્રેકની જરૂર હતી. પ્રિયંકાએ જણાવ્યું કે, મ્યૂઝિકના કારણે મને દુનિયાના અન્ય ભાગોને એક્સપ્લોર કરવાની તક મળી. મને બોલિવૂડમાં જે પ્રકારની ફિલ્મો મળી રહી હતી તેના માટે હું ક્યારેય તત્પર ન હતી. ત્યાં સુધીમાં મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરી લીધું હતું. હવે મને નથી લાગતું કે હવે હું તે કરવા માંગુ છું, તેથી જ્યારે મ્યૂઝીકની ઓફર આવી, ત્યારે મેં કહ્યું – ‘ભાડ મેં જાયે, મૈં તો ચલી અમેરિકા’. પ્રિયંકાએ વર્ષ ૨૦૧૨માં પોતાના મ્યૂઝીક કરિયરની શરૂઆત કરી હતી. તેનું પહેલું ગીત ‘ઇન માય સિટી’ હતું.
આ સિવાય તેણે એક્ઝોટિક, આઇ કેન ટુ મેક યુ લવ મી જેવા ગીતો ગાયા હતા. તેણે ૨૦૧૫માં આવેલી ફિલ્મ મેરી કોમમાં પોતાનું પહેલું બોલિવૂડ સોન્ગ ગાયું હતું. પ્રિયંકા ચોપરાએ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે પિટબુલ ફેરેલ વિલિયમ્સ અને જે ઝેડ જેવા ઇન્ટરનેશનલ સિંગર્સ સાથે કામ કર્યું હતું. જાે કે સંગીતમાં તેની કારકિર્દી ટકી શકી નહોતી. આ દરમિયાન પ્રિયંકાને અહેસાસ થયો કે તેની એક્ટિંગ સારી છે. આ પછી કોઈએ પ્રિયંકા ચોપરાને સૂચન કર્યું કે તે અમેરિકામાં એક્ટિંગમાં પણ હાથ અજમાવી શકે છે. પ્રિયંકાએ બોલિવૂડની લગભગ ૫૩ ફિલ્મોમાં કામ કર્યું છે.
જેમાં બરફી, બાજીરાવ-મસ્તાની, દોસ્તાના, ક્રિશ અને ડોન ૨ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક હતી, જેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઇ ખાસ નહોતું. જાે કે પ્રિયંકા ૨૦૧૫થી બોલીવૂડમાં ખાસ એક્ટિવ નથી. હવે તે હોલિવૂડની ફિલ્મો અને ઇન્ટરનેશનલ શોમાં પોતાની ઓળખ બનાવી રહી છે. પ્રિયંકાએ ૨૦૧૫માં શો ક્વાન્ટિકોથી હોલિવૂડમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેણે ૨૦૧૭ માં બે-વોચ, ૨૦૧૮ માં ફિલ્મ અ કિડ લાઇક જેક અને ૨૦૧૯ માં તેની ફિલ્મ ઇઝ નોટ રોમેન્ટિકમાં કામ કર્યું હતું. ૨૦૨૩માં પ્રિયંકા સિટાડેલ એન્ડ લવ અગેનમાં જાેવા મળશે. આ સિવાય તેની આગામી બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝારા’ છે, જેમાં પ્રિયંકાની સાથે આલિયા અને કેટરિના કૈફ પણ જાેવા મળશે.
Recent Comments