fbpx
અમરેલી

ઓકિસજન વ્યવસ્થા સાથે તૈયાર થઈ રહેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ નારણભાઈ કાછડીયા

વતૅમાનમાં સમગ્ર વિશ્વ, દેશ અને રાજયમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આજ રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી શહેર ખાતે આવેલ નસીૅંગ કોલેજમાં ઓકિસજનની વ્યવસ્થા સાથે તૈયાર થઈ રહેલ ૮૦ બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી અને જીલ્લા કલેકટર શ્રી આયુષકુમાર ઓક સાથે ટેલિફોનીક વાત કરી વતૅમાનમાં અમરેલી જીલ્લામાં કાયૅરત કોવિડ હોસ્પિટલ, તેમાં ઉપલબ્ધ બેડ, ઓકિસજન અને વેન્ટીલેટર વ્યવસ્થાઓ વગેરે અંગે તાગ મેળવ્યો હતો.

સાંસદશ્રીની મુલાકાત સમયે નસીૅંગ કોલેજ ખાતે જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસભાઈ પરમાર, શાંતાબા જનરલ મેડીકલ હોસ્પિટલના કેમ્પસ ડીરેકટર શ્રી પિન્ટુભાઈ ધાનાણી, શ્રી મુકેશભાઈ ધાનાણી, શ્રી ડેની રામાણી, ડો. ભાવેશભાઈ મહેતા અને માગૅ–મકાન વિભાગ સ્ટેેટના નાયબ કાયૅપાલક ઈજનેર શ્રી સુમા પણ ઉપસ્થિત હતા.

આજ રોજ સાંસદશ્રીએ નસીૅંગ કોલેજ ખાતે ત્રીજા માળે ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરેલ હતુ અને કોરોનાના દદીૅઓનું વ્હીલ ચેર અથવા સ્ટ્રેચર દ્વારા ત્રીજા માળે સરળતાથી વહન થઈ શકે તે માટે લીફટ પશ્૪ ફુટ ની મુકવાના બદલે પશ્૭ ફુટની મુકવા નિણૅય કરાવેલ હતો.

સાંસદશ્રીએ જીલ્લામાં ઓકિસજન સાથે બેડની ઉપલબ્ધતા અંગે જણાવેલ છે કે, હાલમાં અમરેલી જીલ્લામાં શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ–અમરેલી ખાતે ર૧૮ પૈકી ર૧૮, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુવેૅદ કોલેજ એન્ડ હોસ્પિટલ–અમરેલી (રાધિકા) ખાતે ૧૦૦ પૈકી ૧૦૦, એમ્સ હોસ્પિટલ–અમરેલી ખાતે રપ પૈકસ ર૦, આસ્થા હોસ્પિટલ ખાતે ૩૮ પૈકી ર૮, સીવીલ હોસ્પિટલ–સાવરકુંડલા ખાતે ૬૦ પૈકી પપ, સીવીલ હોસ્પિટલ–રાજુલા ખાતે પ૦ પૈકી ૧૦ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર–ચિતલ ખાતે ૩૦ પૈકી ૩૦ એમ કુલ જીલ્લામાં પર૧ પૈકી ૪૬૧ ઓકિસજન સાથેના બેડની સુવિધા ઉપલબ્ધ છે.

ઉપરાંત હોમીયોપેથી કોલેજ–અમરેલી ખાતે ૬૬ અને શાંતાબા ગલ્સૅ હોસ્ટેલ–અમરેલી ખાતે ૧ર૦ એમ કુલ ૧૮૬ આઈસોલેશન બેડની સુવિધા ઉપલબ્ધ છે અને આગામી ટૂંક સમયમાં નસીૅંગ કોલેજ–અમરેલી ખાતે ૮૦ અને સરકારી આયુવેૅદીક હોસ્પિટલ–અમરેલી ખાતે ર૦ એમ કુલ ૧૦૦ ઓકિસજન સાથેના બેડની સુવિધા ઉભી કરવાની કામગીરી પ્રગતિમાં છે.

અંતે સાંસદશ્રીએ જણાવેલ છે કે, કોરોનાના દદીૅઓ કે તેમના સ્નેહીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો સાંસદ કાયૉલય (ફોન નં. ૦ર૭૯ર–રર૭૮૭૮) અથવા મો. નં. ૯૪ર૯૪૦પ૦૬૦ ઉપર સંપકૅ કરવો.

Follow Me:

Related Posts