fbpx
રાષ્ટ્રીય

કેટલાક એક્સપર્ટ્‌સનું કહેવું છે કે ભારતમાં બેઅસર રહેશે કોવિડ-૧૯નો આ BF.૭ વેરિએન્ટ?!..

ચીનમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત ચીનનો પાડોશી દેશ છે આથી અહીં પણ અસર થાય તે સ્વાભાવિક છે. સતત વધી રહેલા કોવિડના કેસ વચ્ચે સ્થિતિ બગડે તો ભારત કોવિડના પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન અધિકારીઓએ પીએમ મોદીને દેશમાં કોવિડ-૧૯ કેસની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી. ભારતમાં ૦.૧૪ ટકાના પોઝિટિવ રેટ સાથે દૈનિક ૧૫૩ની આજુબાજુ કોવિડ-૧૯ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૬ અઠવાડિયાથી દુનિયામાં રોજ સરેરાશ ૫ લાખ ૯૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને ઓક્સીજન સિલિન્ડર, વેન્ટિલેટર અને સ્ટાફ સહિત હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે કોવિડ સ્પેશિયલ સર્વિસીઝને ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

આવો જાણીએ ભારત માટે આ પડકાર કેટલો મોટો છે. ભારત માટે કેટલો જાેખમી?તે..જાણો..ઓમિક્રોનનો મ્હ્લ.૭ સબ વેરિએન્ટ ચીનમાં હાલ સૌથી મોટું જાેખમ બની બેઠો છે. કોરોના વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. દર વખતે અલગ અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાવનારા અસલ વાયરસને જીછઇજી-ર્ઝ્રફ-૨ કહેવામાં આવે છે. ભારતની નેચરલ ઈમ્યુનિટી ખુબ મજબૂત છે. હવે લોકોમાં મલ્ટીલેયર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ છે. હર્ડ ઈમ્યુનિટી પણ બની ગઈ છે. રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે. આથી આ વાયરસ ચીન જેટલી તબાહી મચાવી તેવી શક્યતા નહીંવત કહી શકાય. ભારતમાં આ વાયરસ દમ તોડશે તેવું એક્સપર્ટ્‌સનું માનવું છે. અત્યાર સુધીમાં કેટલા વેરિએન્ટ? તે..જાણો.. કોરોના વાયરસમાં અનેક ફેરફાર જાેવા મળ્યા અને અનેક અલગ અલગ વેરિએન્ટ આવ્યા. દુનિયાભરમાં આ વાયરસના આમ જુઓ તો સાત પ્રકાર જાેવા મળ્યા. જેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ઓમિક્રોન, લેમ્બ્ડા, અને મ્યૂ સામેલ છે. સમગ્ર દુનિયામાં આ વેરિએન્ટના સબ વેરિએન્ટ લોકોને સંક્રમિત કરી રહ્યા છે.

ભારતમાં કેમ નબળો પડશે મ્હ્લ.૭? તે..જાણો.. મ્હ્લ.૭ વેરિએન્ટ ઓક્ટોબર ૨૦૨૨થી ભારતમાં છે. ભારતમાં કોવિડ ૧૯ના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધુ છે. ઝ્રજીૈંઇ ના ચીફ સાયન્ટિસ્ટ ડો. રાજેશ પાંડેએ કહ્યું કે ‘મોટા ભાગના લોકોને પહેલેથી જ રસી મળી જવાના કારણે ઝ્રજીૈંઇ ભારતમાં જાેખમી સાબિત થયો નથી.’ આ જ કારણ છે કે ભારતમાં બીએફ.૭થી ડરવાની જરૂર નથી. પરંતુ સાવધાની વર્તીને આપણે આ મહામારીને ફેલાતી રોકી શકીએ છીએ. માસ્ક, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, જીનોમ સિક્વેન્સિંગ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવવાની જરૂર છે, જેના વિશે સરકાર પણ એડવાઝરી બહાર પાડી રહી છે.

Follow Me:

Related Posts