સૌરાષ્ટ - કચ્છ

કેરી શોખીનો માટે માઠા સમાચાર, કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટવાનો ખેડૂતોનો મત

કચ્છની કેસર કેરી ખાવાના શોખીનો માટે આ વખતે માઠા સમાચાર છે. વધુ પડતી ગરમી અને પૂરતુ પાણી ન મળવાથી આ વખતે કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું માનવું છે. કચ્છમાં ગત વર્ષે 65,000 મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ઘણા વિસ્તારોમાં કેરીમાં ફુલ અને કેરીના ફળ પણ નાના લાગ્યા છે. સ્વાદમાં મીઠી, લાંબો સમય ટકાઉ અને ગુણવત્તાયુક્ત કચ્છની કેસર કેરીની દર વર્ષે ભારત અને વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. તેમાંય ગુજરાતના અન્ય વિસ્તારમાં ઉત્પાદિત થતી કેરીની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છની કેરી માર્કેટમાં આવે છે જેથી તેની ડિમાન્ડ વધુ છે. પરંતુ આ વખતે કચ્છમાં કેરીનું ઉત્પાદન નબળું જાય તેવી શક્યતા છે. શરૂઆતના સમયમાં કેરીના ઝાડ પર ફ્લાવરીંગ સારું આવ્યું હતું. પરંતુ અચાનક ગરમી પડતા ફ્લાવરીંગ ખરી પડ્યુ છે. તો પૂરતા પાણીના અભાવે પણ ઉત્પાદન ઓછું જાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. અત્યારથી નાની કેરીઓ ખરી વડવાની અનેક ખેડૂતોએ ફરીયાદ કરી છે. ખાસ કરીને ભુજ તાલુકામાં અનુમાન સુધી પહોંચી શક્યું નથી. અને કચ્છમાં ઉત્પાદન જળવાઇ રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારમાં સારા ઉત્પાદનની આશા છે.

Related Posts