ગુજરાત

ખંભાતમાં જામ્યો ભાતીગળ મેળાનો રંગ, રાઈડ્‌સ બની આકર્ષણનું કેન્દ્ર

ખંભાતમાં દર વર્ષે પરંપરાગત ભાતીગળ લોકમેળો યોજાય છે. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વથી દેવ દિવાળી સુધી સાંજના સમયે શરૂ થતા લોકમેળામાં નાના-મોટા સૌ કોઈ પરિવારના સભ્યો મોજ માણે છે. સૌ કોઈ મેળામાં જુદી જુદી મનોરંજન પૂરું પાડતી કલાત્મક રાઈડ્‌સમાં બેસી આનંદ માણે છે. ક્યાંક નાના બાળકોને રિસમણા સ્વભાવને કારણે મનગમતા રમકડાં મળી જાય છે, તો ક્યાંક એ રમકડાં વેચી પેટિયું રળનારને રોજગારી મળી જાય છે. સુંદર આયોજન અને વ્યવસ્થાને કારણે ઉત્સવપ્રિય જનતા મન મુકીને મજા માણે છે. લોકમેળામાં રાત્રિ દરમિયાન રંગબેરંગી લાઈટોથી સુશોભિત વિશાળવ રાઈડ્‌સ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Related Posts