ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં છે આવા રિવાજાે
ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં અજીબ રીવાજાે છે પણ તે જાણીને તમને નવાઈ લાગશે પણ આ ગુજરાતના પડોશમાં આવેલા ગામની વાત છે. ભારતમાં એવા ઘણા ગામો છે જ્યાં પરંપરાઓ ખૂબ જ અનોખી છે. આ પરંપરાઓ પાછળની વાર્તાઓ પણ ઘણી રસપ્રદ છે. આજે અમે તમને એવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પરંપરા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલું રામદેવ ગામ પોતાની અનોખી પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ ગામમાં દરેક વ્યક્તિ બે વાર લગ્ન કરે છે અને આ કોઈ નવી વાત નથી પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા છે. આ પરંપરાનું કારણ શું છે? ગામના લોકો માને છે કે આ પરંપરાનું કારણ તેમની ધાર્મિક માન્યતાઓ છે. તેમના મતે, જાે કોઈ પુરુષની એક જ પત્ની હોય તો તેના પરિવારમાં માત્ર દીકરીનો જ જન્મ થાય છે. પુત્ર મેળવવા માટે તેઓએ ફરીથી લગ્ન કરવા પડશે. અહીંના પુરુષોની બંને પત્નીઓ સાથે રહે છે. બંને પત્નીઓ એક જ ઘરમાં રહે છે
અને એકબીજાને બહેનોની જેમ માને છે. હાલમાં સૌતન હોવી ક્યારેક કોઈ પત્ની કે પ્રેમિકા સહન કરી શકતી નથી પણ અહીં ૨ પત્નીઓ એક સાથે રહે છે. જાે કે, ગામની નવી પેઢી આ પરંપરા વિશે થોડી અસ્વસ્થતા અનુભવે છે. યુવા પેઢી માને છે કે આ પરંપરા જૂની છે અને તેને બદલવાની જરૂર છે. તેમનું કહેવું છે કે એક વ્યક્તિ માટે બે વાર લગ્ન કરે તે કાયદાકીય રીતે ખોટું છે. ગામના આ અનોખા રિવાજ વિશે પ્રશાસન પણ જાણે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટીતંત્રનું કહેવું છે કે આ મામલે કાયદાકીય પ્રક્રિયા અપનાવતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવશે. આ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે પણ પોલીસ કે તંત્ર પરંપરાની બાબત હોવાથી આંખ આડા કાન કરે છે.
Recent Comments