fbpx
ગુજરાત

ગુજરાત અનોખી ગરબા પરંપરાઓ સાથે નવરાત્રીની ઉજવણી માટે જાણીતુંસુરતના લોકોએ સાઇકલ ચલાવતા ગરબે ઘૂમ્યા

૧૫ ઓક્ટોબર ૨૦૨૩થી નવરાત્રિ ઉત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે. મહાપર્વ શરૂ થતાં ભક્તોએ શૈલપુત્રીની પૂજા કરી અને તેમના પરિવારના સભ્યોની સુખ , શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સુરતમાં નવ દિવસીય ઉત્સવ ખૂબ જ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે શહેરને રોશની અને દુર્ગા પંડાલોથી શણગારવામાં આવે છે. સુરતના લોકોએ અનોખા ગરબા નવરાત્રીના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. સાઇકલ ચલાવતા ગરબે ઘૂમ્યા હતા. સામાન્ય ગરબા તો તમે ખૂબ જાેયા અને રમ્યા હશે પરંતુ સુરતના અનોખા ગરબાએ સારું આકર્ષણ જમાવ્યું હતું.

આ ગરબામાં લોકો જમીન પર પગ મૂક્યા વિના જ ગરબા રમ્યા હતા. આ વાત કંઈક નવું કરવાની ખેવના ધરાવતા સુરતની છે. જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સાયકલ ગરબાનું આયોજન કરાયું હતું. લોકોએ ગરબાના તાલે મન મૂકીને સાયકલ ચલાવી હતી. લોકોને સાયકલિંગ કરવાની પ્રેરણા આપવાના ઉદ્દેશ સાથે આ પ્રકારના ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેનારા ખેલૈયાઓ પણ ખૂબ ઉત્સાહિત જાેવા મળ્યા હતા. ખેલૈયાઓ સાયકલ પર ગરબા અને દાંડિયા રમ્યા હતા. તમામ ઉંમરના લોકો એક સર્કલમાં સાયકલ ચલાવતા અને ધાર્મિક ભક્તિ સાથે અનોખી રીતે ગરબા રમતા જાેવા મળ્યા હતા. ગુજરાત અનોખી ગરબા પરંપરાઓ સાથે નવરાત્રીની ઉજવણી માટે જાણીતું છે. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts