fbpx
ગુજરાત

ગે યુવકે અન્ય યુવાનનાં અર્ધનગ્ન ફોટો અને વીડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યાં

સુરતમાં શહેરમાં ડેટિંગ એપથી એક યુવક અન્ય યુવકના પરિચયમાં આવ્યો હતો. ચેટિંગ અને મિત્રતા બાદ હું પણ ગે છું એમ કહી સજાતીય સુખ માણવા અમરોલી વિસ્તારમાં યુવકને બોલાવ્યો હતો. જ્યાં તેના અર્ધનગ્ન ફોટો અને વીડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવ્યાં હતા.મોટા વરાછાના સુદામા ચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકારે સ્યાહી ચેટ મીટ ડેટિંગ પીપલ એપ થકી મિત્રતા થઈ હતી. જે બાદ સજાતીય સુખ માણવા બોલાવી વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપીને રૂ. ૭૫ હજારની માંગણી કરી હતી.

યુવકે રૂ. ૨૦ હજાર આપ્યાં બાદ હેરાનગતિ ચાલુ હતી, જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અંકિત ભરત ત્યાગી (ઉ.વ. ૨૨) સુરેશ ઉર્ફે સૂર્યો સાટીયા (ઉ.વ. ૨૬) અને મનોજ મગન ચૌહાણ (ઉ.વ. ૫૨) તથા બાળ કિશોરને ઝડપી પાડ્યાં છે.વિજય મોતીભાઇ સાટીયા (ઉ.વ. ૨૩) ને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની બ્લુય લાઇવ એન્ડ ડેટિંગ અને ગ્રીન્ડર ઓનલાઇન ડેટિંગ સહિતની અલગ-અલગ ડેટિંગ એપ થકી પુરૂષો સાથે મિત્રતા કેળવતી હતી, સજાતીય સુખ માણવાના બહાને અમરોલી મેઇન રોડ નજીક આવેલા આર્શીવાદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બોલાવીને નગ્ન ફોટો, વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા ખંખેરતી હતી.

Follow Me:

Related Posts