fbpx
અમરેલી

ગૌચર ની જમીન માંથી ગેરકાયદેસર લાખો ની માટી ખનન કરતા અમરેલી સાંસદ ના પૌત્ર સામે પગલાં ભરવામાં લાજ કાઢતા તંત્ર સામે RTI સુખડીયા

અમરેલી તાલુકા માં ગૌચરની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ની જમીનમાંથી ગેરકાયદેરસ ખનન કરાતું હોવા ની આધાર પુરાવા સાથે ની  તા.૧૫/૫/૨૦૨૩ ની લેખિત રજુઆત છતાં જે.સી.બી. ટ્રેકટરોને જવા દેવામાં આવ્યા તેની સામે પગલા ભરવા અન્યથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની સુખડીયા ની ચેતવણી અમરેલી જિલ્લા કલેકટર શ્રી  ને સંબોધી ને તા.૧૫/૦૫/૨૦૨૩  રૂબરૂ મળી લેખીત ફોટોગ્રાફ રેવન્યુ ઉતારા સાથે અમરેલી શહેરની અમરેલી ગામની ગૌચર ની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ૧૨- ૨૭ ૩૭ હે.આરે. ચો.મી. જમીનમાંથી ગેરકાયદેસર અમરેલી ચકકરગઢ ગામને જોડતા નોન પ્લાન રોડમાં સાંસદ અમરેલી નારણ કાછડીયા પૌત્ર મંથન કાછડીયા ઈન્જીનીયર છે તેવી કોન્ટ્રાકટ એજન્સી દ્વારા કોઈપણ પાસ ૫૨મીટ વગર ટાંચ (માટી) આ જમીનમાંથી ખોદાણ કરી લાખો રૂપિયાની મહામુલી ગૌચર ની જમીનમાં મસમોટા ખાડા કરી છે ખનન કરેલ જેની ૨જુઆતના કામે સુચનાથી જે તે સંબંધીત અધિકારીઓ બે ત્રણ સ૨કા૨ી ગાડી લઈને તપાસમાં ગયેલ અને ત્યા ૪ થી ૫ ટ્રેકટરો જેસીબી થી ખોદાણ કરતા હતા અને આ સમયેની પોલીસ વિભાગના નેત્રમ સી.સી.ટી.વી. કેમેરામમાં વાહનોની હલન ચલન છેલ્લા પાંચ થી છ દિવસથી કેદ થયેલ છે.

અને તપાસ માટે ગયેલ સબંધીતોએ રાજકીય ઈસમોને છાવરવા માટે આ વાહનોને કોઈપણ જાતના દંડ કે કાર્યવાહી વગર છોડી દિધાનું ધ્યાને આવેલ છે. અને રાષ્ટ્રીય સંપતિને નુકશાન કરનાર.ઈસમોને બચાવવામાં આવેલ છે. તેમજ આ અગાઉ પણ ગૌચરની આ જમીન ઉપર અમરેલી લોકસભા સાંસદ ના નિવાસસ્થાન વાળા બંગલામાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બગીચો તેના બંગલામમાંથી પ્રવેશી શકાય તેવું દબાણ ઉભુ કરેલ જે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓરલ ઓર્ડર તા.૨૯/૬/૨૦૨૦નાં છતા પણ માત્ર કાગળ ઉપર દબાણ દુર થયાનું બતાવી સાંસદ ના દબાણ ને બચાવતા રહેલ છે જે બાબતે કોર્ટની આદેશની અવગણના કરવામાં આવે છે. તેમજ લેખીત વિગત સાથેની માહિતી આપવા છતા જવાબદારોની સાથે તપાસન કામે ગયેલ અધિકારીઓએ આ ગૈાચરની જમીનમાં માટી ચોરી થયેલ ખાડામાં ઠંડા પીણાની લહેજત માણી વાહનો ને કોઈ રોકટોક વગર જવા દિધેલ છે જે નામદાર સુપ્રિમ કોર્ટના બધા રાજયોને લાગુ ગૌચર ની સુરક્ષા અને જાળવણીની જવાબદારી જિલ્લા ગૈાચર સમિતિના અધ્યક્ષ તરીકે આપની જવાબદારી માં છે તો પણ આવા સુપ્રિમ કોર્ટના આદેશો,ગુજરાત હાઈકોર્ટના આદેશો છતા ગઈકાલ લાખોની માટી ચોરી કરનારને તમારા આદેશ છતા મુકતી આપેલ હોય જેથી આર્થિક અથવા રાજકીય સેટિંગથી આ હકિકત બની હોવાનું સ્પષ્ટ જણાય છે. જે અતી ગંભીર બાબત છે. આ બાબત આપને લેખીત પુરાવાઓ સાથે રજુ કરે છે. કે જો તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહિ આવે તો તમામ જવાબદારો સામે નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પાલન ન કરનાર સામે કન્ટેમ્પ દાખલ કરીશ તેમ આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ જણાવ્યું હતું

Follow Me:

Related Posts