મીતુલ બપોરના સમયે દુકાને જાય એટલે તેના પિતા ઘરે જમવા માટે જતાં હોય છે. એજ નિત્યક્રમ મુજબ ગઈકાલે બુધવારે મીતુલ દુકાને ગયો હતો અને તેના પિતા ઘરે જમવા માટે ગયા ગયા હતા. ત્યારે ચારેક વાગ્યાના અરસામાં તેના ફુવા જયેશભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે તેના પિતાનો દહેગામ મામલતદાર કચેરી સામેના રોડ પર અકસ્માત થયો છે. આ સાંભળી મીતુલ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં તેણે જાેયેલું કે તેના પિતા ખોડાભાઈ ચંદુલાલ શાહ રોડની સાઈડમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો પણ એકઠા થઈ ગયા હતા. બાદમાં રાહદારીનાં વાહનમાં ખોડાભાઈને દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે ખોડાભાઈને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માત અંગે તેના ફુવા જયેશભાઈએ કહેલું કે, તેના પિતા એક્ટિવા લઈને દુકાન તરફ આવી રહ્યા હતા. ત્યારે હું થોડેક દૂર તેમની પાછળ જ હતો અને બાયડ ત્રણ રસ્તા તરફથી દૂધનાં ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર બેફિકરાઈથી હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાં કારણે ખોડાભાઈ રોડ પર પટકાયા હતા. અને તેમને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે દહેગામ પોલીસે ગુન્હો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.દહેગામ મામલતદાર કચેરી સામેના રોડ પર દૂધના ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતાં એક્ટિવા સવાર વૃદ્ધનું ઘટના સ્થળે કરૃણ મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.દહેગામ ખાતે અતુલ સોસાયટી મકાન નંબર-૨૫માં રહેતા મીતુલ ખોડાભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ તે વર્ષોથી દહેગામમાં બિયારણની દુકાન ચલાવે છે. આ દુકાન પર તેના પિતા ખોડાભાઈ પણ બેસે છે.













Recent Comments