ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નકલી તબીબ ઝડપાયોમેડિકલ ડિગ્રી વગર જ સારવાર કરતો હતો

દ્વારકા,રાજ્યમાં અવારનવાર નકલી તબીબ ઝડપાતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના વચલાબારા ગામમાંથી બોગસ ડોકટર પકડાયો છે. મેડિકલ ડિગ્રી વગર જ સારવાર કરતો તબીબ ઝડપાયો છે. મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યુ છે. નકલી ડોકટરને ર્જીંય્એ અટકાયત કરી છે. ક્લિનિક પરથી દવાઓ સહિતનો સામાન જપ્ત કર્યો છે. બીજી તરફ આ અગાઉ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોકટરો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો.

Related Posts