ગુજરાત

પંચમહાલમાં ગરીબો માટે રાશનની દુકાન નું અનાજ બારોબાર વેચી દેનારા ૨૦ કાળાબજારીયાની ધરપકડ કરવામાં આવી

રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને ૩૨,૬૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો પંચમહાલમાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દઈને બ્રષ્ટાચાર કરનારા રેશનીંગની દુકાનના ૨૦ કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે જિલ્લાની ૧૪ સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ ૬ સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે.

આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને ૩૨,૬૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણા તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા શહેરા અને મોરવાહડફ સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ તેમજ અન્ય કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી.

આ તપાસ બાદ ગેરરીતિ કરનાર સામે પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની ૧૪ જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવી છે. આ સિવાય ૬ જેટલી સસ્તા અનાજની દુકાનના પરવાના ૯૦ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા છે. આ સિવાય દુકાન સંચાલકોને કુલ ૩૨,૬૧,૫૮૧ રૂપિયાનો દંડ કરતી નોટિસ પણ ફટકારવામાં આવી છે.તે સિવાય ૬ સંચાલકોના પરવાના ૯૦ દિવસ માટે કરાયા મોકૂફ કરાયા હતા.નોંધનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા હજુ અનેક જગ્યાએ આવા દરોડા પાડવામાં આવી શકે છે.

Related Posts