ગુજરાત

ભરૂચમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે ‘ફ્યુચરકેમ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રિવાઈબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા. ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે ‘ફ્યુચરકેમ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. કેમિકલ્સ અને પેટ્રો-કેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર યોજયું છે. વિશ્વભરના નીતિ-નિર્ધારકો, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા જે ચર્ચા કરાશે તેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરાશે. આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો ઉદ્દેશ છે. રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ રૂ. ૩૪,૭૩૩ કરોડના રોકાણ થવા જઇ રહ્યા છે. રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઊર્જા, પેટ્રો-કેમિકલ્સ,

નાણા મંત્રી કનુભાઈ દેસાઇ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ડી કે સ્વામી, રિતેશ વસાવા સહિત મોટી સંખ્યામાં ઉધોગપતિઓએ હાજરી આપી હતી.તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યુ કે ઝઘડિયા જીઆઈડીસીને જાેડતા માર્ગનું ૫૯ કરોડના ખર્ચે વિકાસ કાર્ય થવાની માહિતી આપી છે. તો ભારતને વિશ્વનું ત્રીજું ઇકોનોમિક બનાવવાની પણ વાત કરી છે.

Related Posts