ભાવનગર જિલ્લા જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા જેલરે તપાસ દરમ્યાન એક મોબાઈલ શોધી કાઢ્યો હતો. જે અંગે તપાસ હાથ ધરતા જેલમાં જ સજા કાપતો એક કેદી આ મોબાઈલનો ઉપયોગ કરતો હોવાનું ખુલતાં આ કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા જેલના અધિકારી ભીખાભાઈ ઓઘડભાઈ સોસા ગઈકાલે રાત્રે જેલ તપાસમાં હતા. તે દરમ્યાન એક મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જેલમાં સજા કાપી રહેલા મુજાહીદ ઉર્ફે મુજુ જાબીર બેલીમ આ મોબાઈલનો ઉપયોગ કરતો હોવાનું તથા જેલની બેરેકમાં ગટર પાસે પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવી રાખ્યો હોવાનું ખુલ્યું છે. જેમાં જેલરે બે સીમકાર્ડ તથા મોબાઈલ જપ્ત કરી આરોપી મુજાહીદ બેલીમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments