અમરેલી

રંગપુર ખાતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે રંગપુર સણોસરા નોનપ્લાન રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું

રંગપુર ખાતે અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ના વરદહસ્તે રંગપુર સણોસરા નોનપ્લાન રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું.  આ તકે અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, જી.પં બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, જી.પં દંડક શ્રી કૈલાસબેન પ્રવીણભાઈ માંગરોળીયા, તા.પં કારોબારી ચેરમેન શ્રી નિકુલભાઈ માંડણકા, તા.પં દંડક શ્રી ધીરુભાઈ વાળા, તા.પં સદસ્ય શ્રી પ્રવીણભાઈ ચાવડા સહિત રંગપુર સણોસરા વડેરાના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related Posts