રાજકોટમાં મહિલાએ પૂરપાર કાર ચલાવી રાહદારીને ટક્કર મારતા મોત
દેશ સહિત ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક અકસ્માત થતા જ રહે છે જેનાંથી દેશમાં અકસ્માતના કેસોમાં વધારો અને સાથે તેમાં મૃત્યુંના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલક મહિલાએ પાછળથી જાેરદાર ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો હતો અને ૨૦ ફૂટ જેટલો ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવાન પગપાળા ચાલી જતો જાેવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ કારે યુવાનને જાેરદાર ટક્કર મારતા યુવાન રોડ પર પટકાઇને ૨૦ ફૂટ જેટલો ઢસડાતો જાેવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.
આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. જાેકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા ૩થી ૪ બાઇકને પણ અડફેટે લેતા તેમાં નુકસાન પહોંચ્યું છે. જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક એસટી બસે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપીનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇ આકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.૧૨ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતો હતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતા બસે અકસ્માત સર્જ્યો હતો.
Recent Comments