fbpx
ગુજરાત

વટવા જીઆઇડીસીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં

રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો. અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં ફેઝ-૪ ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં આગ લાગી હતી. શુક્રવારે મોડી સાંજે કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી. જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ આગની તીવ્રતાને જાેતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં ૪૫થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. આગ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવ્યો ન હતો.

જીઆઇડીસી ફેઝ-૪માં આવેલી મરુધર પ્લાસ્ટિક પેકેજિંગ યુનિટ-૨ નામની ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન આગ ભભૂકી ઊઠતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જાેકે આગનું કારણ જાણવા ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. પ્લાસ્ટિક પેકેજિંગ, એલ્યુમિનિયમ ફોઈલ અને ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતાં

ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જાેકે, સ્થળ પર પડેલા કેમિકલના કન્ટેઈનર આગમાં ભળતા કન્ટેઈનર ઊછળીને આગમાં પડતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની પાસે ફાયર અને ઓ.સી.કે ફાયરના સાધનો પણ ન હતા. ફાયર સેફટીની સુવિધા પણ ન હતી. ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તાપસ હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts