આજ રોજ તાલુકા પંચાયત કચેરી સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ ATVT ની મીટીંગ પ્રાંત કચેરી સાવરકુંડલા રાખવામાં આવેલ હતી, જેમાં સાવરકુંડલા તાલુકાના તમામ ગામોની મળેલ માગણી મુજબ નાં ખાસ કામો ધારાસભ્ય શ્રી દ્વારા હાથસણી, કાનાતળાવ, વિજયાનગર, નાના ભમોદ્રા,નાના ઝીંઝુડા, બોરાળા, કેરાળા, કેદારીયા, ભોકારવા, આદસંગ, ઘનશ્યામનગર, દેતડ, હડીડા, વાણોટ, ભમ્મર, ચીખલી, બગોયા, ગીનીયા, કૃષ્ણગઢ, આંબરડી, જુનાસાવર, બાઢડા, વંડા, અમૃતવેલ, ઠવી, ફીફાદ, મોટા ભમોદરા, મેકડા, ચરખડીયા, ભેકરા, ખડકાળા, વીરડી, મેવાસા, ઓળિયા, પીયાવા, પીઠવડી, મીતીયાળા, ભુવા, વાંશીયાળી, ધાર, ખાલપર, છાપરી, જાબાલ, રામગઢ, શેલણા, લીખાલા, ગામોમાં પીવા માટેના કામો, ગટર માટેના કામો, તેમજ લોકોને કોઝવે, પુલો. બ્લોક પેવીંગ રોડ, તથા સી.સી.રોડ, પુરસંરક્ષણ દીવાલ તેમજ ગામના લોકોની રજૂઆત મુજબના વિકાસ ૧૨૫ એક કરોડ અને પચીસ લાખ ના કામો મંજુર કરાવવામાં આવ્યા છે, આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આ ATVT મીટીંગ માં હાજર રહીને સાવરકુંડલા તાલુકાના દરેક ગામને પ્રાધાન્ય આપી તેમના ગામોની માગણી ને ધ્યાને લઈને ને ૧૨૫ એક કરોડ અને પચીસ લાખ ના વિકાસ ના કામો મંજુર કરાવવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૧-૨૨ ના ATVT ની મીટીંગ માં હાજર રહીને સાવરકુંડલા તાલુકાના ગામોમાં જરૂરીયાત મુજબ નાં એક કરોડ અને પચીસ લાખ ના વિકાસ ના કામો મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત.

Recent Comments