વેબ સિરીઝમાં કામ કરવાની શ્વેતા કવાત્રાની ઇચ્છા
ટીવી પરદાના સુપરહિટ શોમાં જેની ગણના થતી હતી તે કહાની ઘર ઘર કીમાં અને કુસુમમાં અભિનય કરી રાતોરાત જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા કવાત્રા લાંબા સમયથી ટીવી પરદેથી દૂર છે. બે દસકા સુધી ટીવી પરદે કામ કરનાર શ્વેતા પોતાને ઘરમાં રહેવાની અને માતૃત્વ માણવાની તક આપવા બદલ તેના પતિ માનવ ગોહિલનો આભાર માને છે. શ્વેતા કહે છે મેં વીસ વર્ષ સુધી જે કામ કર્યુ તેમાં દરેક પ્રકારના શો આવી જાય છે. એન્કર, કોમેડી, ક્રાઇમ, સામાજીક, આરોગ્યને લગતા શો પણ સામેલ છે. મારી કારકિર્દી એ વખતે ટોચ પર હતી. તે કહે છે ટીવી કલાકારો માટે ફિલ્મી પરદા સુધીની સફર કંઇ સરળ હોતી નથી. હું પણ ઇચ્છતી હતી કે મને ફિલ્મો મળે. પરંતુ એ દિશામાં કઇ રીતે જવું તેની ખબર ન હોવાથી મેં એ તરફની દોટ પડતી મુકી હતી. હવે મારી ઇચ્છા વેબ શોમાં કામ કરવાની છે. મેં તાજેતરમાં એક શોર્ટ ફિલ્મ પણ કરી છે. મારા બીજા રસપ્રદ પ્રોજેકટ હાથ પર છે.
Recent Comments