fbpx
બોલિવૂડ

શક્તિમાન તરીકે વિદ્યુત જામવાલ કે વિક્કી કૌશલને કાસ્ટ કરવામાં આવી શકે

ટીવીની પૉપ્યૂલર સીરિયલ ‘શક્તિમાન’ ૯૦ ના દાયકાના તમામ બાળકોને પસંદ હતી, આ શૉ તે સમયે મનોરંજન કરવામાં સૌથી સફળ રહ્યો હતો. આમાં મુકેશ ખન્ને મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો. આ શૉની લોકપ્રિયતાને જાેતા કહેવામાં આવે છે કે, આ માર્વલ સિનેમેટિક યૂનિવર્સમાં સામેલ થશે. જેને લીડ રૉલ માટે એક બૉલીવુડ એક્ટરનુ નામ ચર્ચામાં છે. ખરેખરમાં, છેલ્લા કેટલાય સમયથી એવી ખબર આવી રહી હતી કે શૉ ‘શક્તિમાન’ પર ફિલ્મ બનવાની છે. ૧૯૯૭માં આવેલા શૉ ‘શક્તિમાન’માં લીડ રૉલ કરનારા મુકેશ ખન્નાએ થોડાક સમય પહેલા જ આને લઇને એલાન કરી દીધુ હતુ કે તે પાત્રને મોટા પડદા પર લાવવાના છે. ફિલ્મ ‘શક્તિમાન’નુ નિર્માતા સોની પિક્ચર ઇન્ટરનેશન અને મુકેશ ખન્નાનુ પ્રૉડક્શન હાઉસ ભીષ્મ ઇન્ટરનેશનલ દ્વારા મળીને કરવામાં આવી રહ્યું છે.

પહેલા એવુ કહેવામાં આવી રહ્યું હતુ કે ફિલ્મ માટે વિદ્યૂત જામવાલ કે વિક્કી કૌશલને કાસ્ટ કરવામાં આવી શકી છે. પરંતુ તાજા રિપોર્ટ્‌સ રણવીર સિંહની તરફ ઇશારો કરી રહ્યાં છે. રિપોર્ટ્‌સમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે તેને આ ઓફરમાં ઉંડી દિલચસ્પી બતાવી છે, જાેકે, હજુ સુધી તેને આ ફિલ્મ માટે સાઇન નથી કરી. વળી બીજીબાજુ મુકેશ ખન્નાને આ ખબરને લઇને સવાલ કર્યો તો તેને કોઇપણ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો. જાેકે, તેને આના પર ખંડન પણ નથી કર્યુ. આ ખબરની પુષ્ટી તો નથી કરવામાં આવી, પરંતુ જાે આ સાચુ ઠરશે તો રણવીરના ફેન્સ માટે વાત કોઇ ટ્‌વીસ્ટથી કમ નહીં હોય.

Follow Me:

Related Posts