અલ્લુ અર્જુને પોતાની સફળતાનો શ્રેય ડિરેક્ટરને આપ્યો, કનેક્શન ૨૦ વર્ષ જૂનું છે
તેની સફળ કારકિર્દીનો સંપૂર્ણ શ્રેય ‘પુષ્પા ૨’ના નિર્દેશક સુકુમારને આપ્યો. અલ્લુ અર્જુન હાલમાં લોકોમાં સનસનાટી મચાવી રહ્યો છે. જાેકે, તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે, પરંતુ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. હાલમાં લોકો તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તાજેતરમાં જ ચેન્નાઈમાં ‘પુષ્પા ૨’ની એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલ્લુ અર્જુને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય ફિલ્મના ડિરેક્ટરને આપ્યો હતો. અલ્લુ અર્જુને બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જાે કે, એક અભિનેતા તરીકે તેણે ફિલ્મ ‘ગંગોત્રી’થી તેની શરૂઆત કરી હતી,
આ ફિલ્મનું નિર્દેશન રાઘવેન્દ્ર રાવ ગુરુએ કર્યું હતું. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં તેની કારકિર્દી વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું કે તેની પ્રથમ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ એક અભિનેતા તરીકે તે લોકોના દિલ પર છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. અભિનેતાએ કહ્યું કે ‘ગંગોત્રી’ પછી તેને કોઈ ફિલ્મની ઓફર મળી નથી. અલ્લુ અર્જુને જણાવ્યું કે થોડા સમય પહેલા તેને ડેબ્યૂ ડિરેક્ટરની ફિલ્મની ઓફર મળી હતી, તે ડિરેક્ટર સુકુમાર હતા અને ફિલ્મનું નામ હતું ‘આર્ય’. આ ફિલ્મથી લોકો અલ્લુ અર્જુનને પસંદ કરવા લાગ્યા અને તેને ફિલ્મો મળવા લાગી. પોતાના કરિયરને યાદ કરતાં અલ્લુ અર્જુને કહ્યું, “જાે મારે કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય જેણે મારા જીવન પર સૌથી વધુ અસર કરી હોય, તો તે સુકુમાર હશે.” બંને ફિલ્મો ‘પુષ્પાઃ ધ રાઇઝ’ અને ‘પુષ્પાઃ ધ રૂલ’નું નિર્દેશન સુકુમારે કર્યું છે. ‘પુષ્પા ૨’ માં, અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ અગાઉના ભાગની જેમ પુષ્પા રાજ, શ્રીવલ્લી અને ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ ૫મી ડિસેમ્બરે રિલીઝ થશે. અલ્લુ અર્જુનને ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં તેના અભિનય માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે.
Recent Comments