છોકરીઓ ચહેરાની ગંદકીને સાફ કરવા માટે અનેક નવા-નવા ફેશ વોશનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આનાથી સ્કિન ડ્રાય થઇ જાય છે. ફેશ વોશમાં કેમિકલ્સનો ઉપયોગ વઘારે પ્રમાણમાં થાય છે જેના કારણે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે પણ સ્કિનને સાફ કરવા માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. આજે અમે તમને એક એવો પેક બતાવીશું જે તમારી ડેડ સ્કિનને નિકાળશે અને સાથે-સાથે તમારી સ્કિન પર પણ ગ્લો લાવશે.
જાણો આ પેક બનાવવા માટે શું જોઇશે
1 ચમચી બેસન
½ ચમચી દૂધ
એક ચમચી સિંધાણું મીઠું
થોડા ટીપાં જૈતુનનું તેલ
એલોવેરા જેલ અથવા લીંબુ
પેક બનાવવાની રીત
- આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, કાચુ દૂધ અને સિંધાણું મીઠું મિક્સ કરો. તમે ઇચ્છો છો તો આમાં ચપટી હળદર પણ મિક્સ કરી શકો છો.
- આમ, જો તમારી સ્કિન બહુ ડ્રાય છે તો તમે એમાં જૈતુન અથવા બીજું કોઇ પણ એસેંશિયલ ઓઇલ પણ મિક્સ કરી શકો છો.
આ રીતે ઉપયોગ કરો
- સ્નાન કર્યા પહેલા આ પેકને ચહેરા, હાથ અને પગ પર ઓછામાં ઓછી 10 મિનિટ સુધી લગાવેલું રાખો.
- હવે એલોવેરા જેલ અને લીંબુથી જે ભાગ પર પેક લગાવ્યો છે ત્યાં મસાજ કરો. આ મસાજ કરવાથી ડેડ સ્કિન રિમૂવ થશે અને સાથે તમારી સ્કિન ગ્લો પણ કરશે.
- મસાજ કર્યા પછી તાજા પાણીથી સ્નાન કરી લો. સ્નાન કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ફેશ વોશ અને સાબુનો ઉપયોગ કરવાનો નથી.
- સ્નાન કર્યા પછી બોડી લોશન, મોઇસ્યુરાઇઝર અથવા ક્રીમથી મસાજ કરો અને પછી આમ જ રહેવા દો


















Recent Comments