સાવરકુંડલામાં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામાં બે ઇસમોને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી અન્ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં E-FIR થી દાખલ થયેલ
ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત
ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં E-FIR થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી
પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા
માર્ગદર્શન આપેલ હોય.
જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં થી દાખલ થયેલ ગુન્હાઓમાં
આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલકત સબંધીત
ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન
હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે બે ઇસમોને પકડી પાડી સદર ઇસમો
વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦ ૫૨૨૩ ૦૧૩૧/૨૦૨૩ આઇ.પી.સી. એક્ટ કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
(૧) પાર્થભાઇ જસ્મીનભાઇ બોસમીયા ઉ.વ.૨૧ ધંધો.વેપાર
(૨) જસ્મીનભાઇ પરમાણંદભાઇ બોસમીયા ઉ.વ.૫૨ ધંધો.વેપાર
રહે. બન્ને – સાવરકુંડલા, સુર્યોદય ચોક, તા.સાવરકુંડલા જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત :
રિયલમી કંપનીનો REALME 7 મોડલનો વાદળી કલરનો મોબાઇલ હોય જેના IMEI NO.868696057727493 તથા IMEI NO. 868696057727485 મુજબના હોય જે
કિં.રૂ.૧૬,૯૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. માધવજીભાઇ લક્ષ્મણભાઇ,
તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. મહેશભાઇ ગિરજાશંકરભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
Recent Comments