ગુજરાત

સાહડા ગામમાં ગ્રામજનો બેલેટને બદલે ટેબલ પર સિક્કો મારી આવ્યા

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગામમાં રવીવારે ૨૬૫૫ મતદારોમાંથી ૨૧૪૨ મતદારોએ મતદાન કર્યુ હતું. શાળાના ત્રણ રૂમમાં મતકુટીર મુકી હતી તેની ઉપર સિક્કા મારેલા જાેવા મળ્યા હતાં. લોકોએ બેલેટ પેપરમાં ટેબલના નીશાનના સ્થાને મતકુટીરના ટેબલ ઉપર જ સિક્કા મારીને કોરા બેલેટ મતપેટીમાં નાખ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. બુથ નંબર ત્રણના ટેબલ ઉપર તો ૧૬૫ જેટલા સિક્કા મારેલા જાેવા મળ્યા હતાં. ત્યારે મંગળવારે સાહડા ગ્રામ પંચાયતની ચુંટણીનું પરિણામ આવતાં ૧૯૮ મત રદ થયા હતાં.

જેમાંથી મહત્તમ કોરા હતાં. ટેબલ નીશાન હતું તે સરપંચ પદના મહિલા ઉમેદવારને ૫૪૪ મત જ્યારે સામેના મહિલા ઉમેદવારને ૫૭૫ મત મળ્યા હતાં. ટેબલનું નીશાન ધરાવતા ઉમેદવાર માત્ર ૩૧ મતે પરાજિત થયા હતાંદાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગામમાં રવીવારે મતદાનમાં મતદારો બેલેટ પેપરમાં ટેબલના ચિન્હ ઉપર સિક્કો મારવાના સ્થાને ટેબલ ઉપર જ સિક્કો મારીને કોરા મતપત્રક પેટીમાં નાખી આવ્યા હોવાની શંકા જતાવી હતી. જે મંગળવારે પરિણામ આવતાં સાચી પડી છે. સાહડામાં રદ થયેલા ૧૯૮ મતમાંથી મહત્તમ કોરા નીકળ્યા હતાં. અહીં ટેબલના નીશાન ઉપર ચુંટણી લડનાર સરપંચ પદના ઉમેદવાર માત્ર ૩૧ મતે પરાજિત થયા હતાં.

Related Posts