પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેડબ્રહમા કેમ્પસ ખાતે અંદાજીત પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટરનું કુલપતિ ડો. જે.જે.વોરાના હસ્તે સોમવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબકકામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મળેલા રૂ. ૪.૭૨ કરોડની ગ્રાન્ટમાંથી કેમ્પસની ફરતે કમ્પાઉન્ડ વોલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ યુનિવર્સિટી સંલગ્ન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીલક્ષી બાબતોની સરળતાના હેતુસર સ્ટુડન્ટ ફેસીલીટી સેન્ટરની કામગીરી ૫.૬૦,૭૮,૨૮૧ના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે હાલના તબકકે યુનિવર્સિટી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓની જરૂરિયાત અનુસંધાને સ્.જીઝ્ર. ઝ્રૐઈસ્ૈંજી્ઇરૂ (ર્ંઇય્છદ્ગૈંઝ્ર)નો અભ્યાસક્રમ ચાલું કરવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને રાજય સરકાર દ્વારા ઓર્ગેનીક ફાર્મિંગ સેન્ટરના નવીન બિલ્ડીંગની કામગીરી માટે ૬,૫૪,૪૦,૦૦૦/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ઓર્ગેનીક ફાર્મિંગ સેન્ટરના નવીન બિલ્ડીંગમાં ભવિષ્યમાં યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનીક (પ્રાકૃતિક ખેતી)ને લગતા માસ્ટર ડીગ્રી તેમજ પી.એચડી. સુધીના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટી દ્વારા ખેતી માટેના સંશોધનો તેમજ કોઈપણ જાતના રસાયણોના પ્રયોગ સિવાય પ્રાકૃતિક ખેતીના લાભા-લાભ માટે પ્રચાર પ્રસારના હેતુસર સેમીનાર, વર્કશોપનું આયોજન તેમજ ખેડૂતોને વધુ લાભ થાય તે માટેના પ્રયત્નો આગામી સમયમાં ક૨વા યુનિવર્સિટી કટીબદ્ધ છે એમ કુલપતિએ જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને કલેકટર સાબરકાંઠા દ્વારા શિક્ષણ વિભાગના – આદેશાનુસાર યુનિવર્સિટીના શૈક્ષણિક હેતુના વિકાસ સારૂ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિજાતિ વિકાસની શૈક્ષણિક જરૂરિયાત પુરી પાડવાના ? જાહેર હેતુ સારૂ વડાલી, જી.સાબરકાંઠા ખાતે ૧૦૦ એકર જમીનનો કબજા ૧૭/૧૦/૨૦૧૪ ના રોજ યુનિવર્સિટી – પાટણને સોંપવામાં આવ્યો હતો.
Recent Comments