૩૨મી ‘સ્વ.શ્રી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ’ જિલ્લા પંચાયત (મોરબી) ના યજમાન પદે આગામી ફેબ્રુઆરી ૨૦૨૪માં મોરબી ખાતે યોજનાર છે..આ ટુર્નામેન્ટમાં અમરેલી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ મોકલવાની હોવાથી ટીમના સિલેકશન (પંસદગી) માટે આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૪ ના રવિવારના, રોજ સવારના ૦૮:૦૦ કલાકે વિદ્યાસભા સ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઠી રોડ, અમરેલી ખાતે રાખવામા આવેલ છે. ક્રિકેટમાં રસ ધરાવતા જિલ્લા પંચાયતનાં (૧૧ માસ કરાર/આઉટસોર્સ આધારિત સિવાયના) તમામ નિયમિત કર્મચારીઓને પસંદગી (સિલેકશન) માટે હાજર રહેવા જણાવવામાં આવે છે. તેમજ સિલેકશન જાહેર રજાના દિવસે હોવાથી સિલેકશનમાં હાજર રહ્યા બદલનો દાખલો આપવામાં આવશે નહી.જે અંગેની તમામ સંબંધકર્તા કર્મચારીઓએ નોંધ લેવી.તેમજ શાખાધિકારીશ્રીએ તેમની તાબાની કચેરીને આ અંગેની જાણ કરવાની રહેશે. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકાસ, જિલ્લા પંચાયત અમરેલીએ એક યાદમીમાં જણાવ્યું છે.
૩૨મી ‘આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ’ માટે અમરેલી જિલ્લા પંચાયતની ટીમની પસંદગી પ્રક્રિયા ૨૮ જાન્યુઆરીએ થશે

Recent Comments