ધારીના મોણવેલ ગામની સીમમાંથી ૬૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. બનાવ અંગે બોરડી ગામે રહેતા શીતલબેન હરદાનભાઈ ગઢવી (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, મોણવેલ ગામની સીમમાં આવેલી તેમની વાડીમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ ઘૂસી ગયો હતો. બોરથી ટીસી સુધી લંબાવેલો ૨૦૦ ફૂટ અને ટીસીથી ગોડાઉન સુધી લંબાવેલા ૬૦૦ ફૂટ કેબલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બંને કેબલની કિંમત રૂ. ૧૪,૦૦૦ જાહેર થઈ હતી. તેમજ થાંભલા પરથી ટીસી પણ નીચે પછાડી દીધું હતું. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. સમા વધુ તપાસ કરી રહ્યા છે.
ધારીના મોણવેલ ગામની સીમમાંથી ૬૦૦ ફૂટ કેબલની ચોરી થતા ચકચાર


















Recent Comments