ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલી બનેલ યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સ્પીપા
પ્રાદેશિક તાલીમ કેન્દ્રના સંકલનમાં રહી એનએસએસના વિદ્યાર્થીઓ માટેની ૭ દિવસીય નિવાસી તાલીમનું આયોજન
તા-૦૧/૦૭/૨૦૨૬ થી ૦૭/૦૭/૨૦૨૬ દરમ્યાન કરવામાં આવેલ છે.
આ સ્કીમનો મુખ્ય હેતુ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું
માળખું ઉભું કરવાનો છે. જેના અનુસંધાનમાં ભાવનગર જિલ્લાના ૫૮ જેટલા NSS વિદ્યાર્થીઓ માટે યુવા આપદા
મિત્રોની તાલીમનો નટરાજ, પી.એન.આર. સોસાયટી, કાળિયાબીડ ભાવનગર ખાતે ૧ જુલાઈથી પ્રારંભ થયો હતો.
આપદા મિત્રોના માસ્ટર ટ્રેઈનર્સ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના ટ્રેઈનર્સ, બી.એમ.સી. ફાયરવિભાગ, ૧૦૮ સર્વિસીઝ,
રેડક્રોસ અને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તાલીમાર્થીઓને કુદરતી તેમજ માનવસર્જીત વિવિધ આપત્તિ અને તેનું
વ્યવસ્થાપન અંગેની માહિતી ઉપરાંત ફાયર સેફટી, શોધ અને બચાવ, પ્રાથમિક સારવાર, ઘાયલ વ્યક્તિઓને
ઉપાડવાની પદ્ધત્તિ, સમુદાય આધારિત આપદાઓમાં કામ કરવાની રીતો વગેરે વિશે વર્ગરૂમ તેમજ ફિલ્ડ તાલીમ
આપવામાં આવી રહી છે.
તાલીમ પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને યુવા આપદામિત્ર તરીકે આઈ કાર્ડ, સર્ટિફિકેટ,વીમા અને રેસ્ક્યુ
કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
યુવા આપદામિત્ર સ્કીમ અંતર્ગત ભાવનગર જિલ્લાના એનએસએસ ના કુલ ૫૮ તાલીમાર્થીઓ માટેની ૭ દિવસીય નિવાસી તાલીમ














Recent Comments