અમરેલી

૭૬મો વન મહોત્સવ “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ”

*અમરેલીના લાઠી સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૦૪ સપ્ટેમ્બરના રોજ જિલ્લાકક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણીનું આયોજન*
*————-*
*જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રી સહિત પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે*
*————-*
*અમરેલી તા. ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ (મંગળવાર) –* દર વર્ષે સામાજિક વનીકરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ” અંતર્ગત વન મહોત્સવની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવે છે.

“ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ની નેમને સાકાર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને અમરેલીના લાઠી સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૦૪ સપ્ટેમ્બર,૨૦૨૫ના રોજ બપોરે ૨ : ૩૦ વાગ્યે જિલ્લાકક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

૭૬મો વન મહોત્સવ “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ” જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી
બનવા માટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી જે.વી.કાકડીયા ઉપરાંત લાઠી નગરપાલિકા પ્રમુખશ્રી દયાબેન રાઠોડ, લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી મધુભાઈ નવાપરા, લાઠી માર્કેટિંગ યાર્ડ ચેરમેનશ્રી દકુભાઈ પડશાળા સહિત જિલ્લાના સૌ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related Posts