fbpx
રાષ્ટ્રીય

૧ જાન્યુ.થી સંભાળશે પદભાર WHO ના સૌ પ્રથમ CEO તરીકે ભારતીય મૂળના અનિલ સોનીની નિમણૂંક

ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનમાં CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે નવી સંસ્થા બનાવી છે, અનિલ સોની તેના પ્રથમ ઝ્રઈર્ં બન્યા છે.
અનિલ સોની ૧ જાન્યુઆરીથી તેમનું કામ સંભાળશે. આ સમયગાળા દરમ્યાન તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી તકનીકનો ઉપયોગ અને તેનો સામાન્ય લોકોને લાભ પહોંચાડવા પર રહેશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મે ૨૦૨૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનની શરૂઆત કોરોના સંકટ વચ્ચે કરી હતી. અત્યાર સુધી અનિલ સોની ગ્લોબલ હેલ્થકેર કંપની વિયાટ્રિસની સાથે હતા, જ્યાં તેઓ ગ્લોબલ ઇન્ફેકશન ડિસીસના વડા તરીકે કાર્યરત હતા.
ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ ડો.ટેડ્રોસે અનિલ સોનીની પ્રશંસા કરી છે અને આરોગ્યના ક્ષેત્રમાં ઉકેલ લાવવા માટે નવા પ્રકારના પ્રયોગ કરનાર બતાવ્યા છે. તેમણે કહ્યું કે આજે દુનિયા મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે, આવી સ્થિતિમાં તેમની નવી વિચારસરણી આપણને આવા સમયમાં લડવાની તક આપશે.
આપને જણાવી દઈએ કે અનિલ સોની અગાઉ ક્લિન્ટન હેલ્થ એક્સેસમાં પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેઓ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી રહ્યા હતા. આ સિવાય તેઓ તે બિલ એન્ડ મિલિન્દા ગેટ્‌સ ફાઉન્ડેશનના આરોગ્ય વિભાગમાં કાર્યભાર સંભાળ્યો છે. અનિલ સોનીએ પણ ઉૐર્ંની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
કોરોના સંકટ કાળમાં વિશ્વની સામે અનેક પડકારો આવ્યા છે આ દરમ્યાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઘણી ટીકા થઇ. પરંતુ હવે WHO નવા સંગઠન અને જાેશ દ્વારા ભંડોળ એકત્રીત કરી રહ્યું છે.

Follow Me:

Related Posts