fbpx
બોલિવૂડ

ઉર્વશી રાઉતેલાએ સેક્સી કર્વ્સ ફ્લોન્ટ કરતા સોશિયલ મીડિયા પર મચી ધમાલ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ગત દિવસોથી ફેન્સને પોતાની પોસ્ટ દ્વારા સરપ્રાઈઝ કરી રહી છે. ક્યારેક તે પોતાના માથા પર સિંદૂર પુરતી નજર આવી છે તો ક્યારેક પોતાના હોટ અદાઓનો જલવો દેખાડતા નજર આવી રહી છે. તાજેત્તરમાં જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયોઝ શેર કર્યા છે. જેમાં તે પોતાની સુંદરતાનો કહેર દેખાડી રહી છે. જેમાં ગુલાબી રંગના ડિઝાઈનર ડ્રેસમાં ઉર્વશીએ પોતાના સેક્સી કર્વ્સને ફ્લોન્ટ કરી રહી છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉર્વશીએ એક નહીં પરંતુ ૩ વિડિયોઝ શેર કર્યા છે. જેમાં ઉર્વશીના કર્વ્સ ૨૪ કલાકની અંદર ૭ લાખ લોકો જાેઈ ચૂક્યા છે. અને હજારો યુઝર્સ કમેન્ટ્‌સમાં તેમના વખાણ કરી રહ્યા છે. ઉર્વશીએ ડ્રેસના મેચીંગ ઈયરરીંગ, ગોલ્ડ કંગન અને રીંગ કેરી કરી પોતાના દેખાવને આકર્ષક રૂપમાં સજાવ્યો છે.

અરીસા સામે શૂટ કરવામાં આવેલ વીડિયોમાં ઉર્વશી હર્ટ મેલ્ટિંગ એક્સપ્રેશન આપી રહી છે. વીડિયો દ્વારા તે ફેન્સનો પ્રેમ મેળવી રહી છે. ઉર્વશીના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલ તે અપકમિંગ પ્રોજેક્ટ ઈન્સ્પેક્ટર અવિનાશમાં દેખાશે. ફિલ્મમાં અભિનેતા રણદીપ હુડ્ડાની અપોઝીટ નજર આવશે. આ એક બાયોપિક છે. જે પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાના જીવનની વાસ્તવિક ઘટનાઓ પર આધારીત છે. ઈન્પેક્ટર અવિનાશ અંગે ઉર્વશીએ કહ્યું કે, હું રણદીપ હુડ્ડાના કિરદારની પત્ની પૂનમ મિશ્રાની ભૂમિકા નિભાવી રહી છું. બાયોપિક અભિનેતાઓ માટે એક મોટો પડકાર બની રહે છે. કારણ કે, તેમણે કાઈ પણ નહીં કરવાને બદલે સ્ક્રીન પર એક વાસ્તવિક વ્યક્તિના એક સંસ્કરણને ચિત્રીત કરવાનું હોય છે.

આ ઉપરાંત ઉર્વશી મ્યૂઝિક વીડિયો એક લડકી ભીગી ભાગી સીમાં નજર આવશે. આ ગીતમાં તે મધુબાલાના કિરદારમાં જાેવા મળશે. જણાવી દઈએ કે, આ ગીત ૬૦ના દશકની ‘ચલતી કા નામ ગાડી’નું રિમેક હશે. આ મ્યૂઝિક વીડીયોમાં કામ કરવા અંગે ઉર્વશી વખાણ કરતી નથી થાકતી. ઉર્વશીએ તાજેત્તરમાં જ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું. એક્ટ્રેસે જણાવ્યું કે, એસડી બર્મનનું આ બેસ્ટ ગીત છે. કિશોર કુમારજીએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. મધુબાલાજીનો ડાંસ હજી પણ બધાને યાદ છે. વીડિયોમાં ઉર્વશી ઈજિપ્તના અભિનેતા મોહમ્મદ રમજાન સાથે નજર આવશે.

Follow Me:

Related Posts