અમરેલી

અમરેલીનાં જેસીંગપરામાં બનાવાયેલ રર દુકાનોને રેગ્‍યુલાઈઝ કરો : ડી.કે. રૈયાણી

અમરેલીનાં જેસીંગપરામાં ટેકનીકલ કારણોસર વિવાદમાં ફસાયેલ રર દુકાનોને તોડી પાડવાને બદલે જરૂરી રકમ લઈને નિયમાનુસાર તમામ દુકાનોને રેગ્‍યુલાઈઝ કરવાની માંગ જિલ્‍લા કોંગી પ્રમુખ ડી.કે. રૈયાણીએ કરેલ છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, હાલમાં અમરેલીમાં મંદી, મોંઘવારી અને મહામારીનો માહોલ છે. બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોય તેવા સમયે સરકાર કોઈને રોજગારી તો આપી શકતી નથી પરંતુ કોઈને બેરોજગાર ન બનાવે તે સમયની માંગ છે. તેઓએ વહીવટીતંત્ર સમક્ષ તમામ રર દકાનોનેરેગ્‍યુલાઈઝ કરીને લેન્‍ડ ગ્રેબિંગની કાર્યવાહી અટકાવવા માંગ કરી છે.

Related Posts