રાષ્ટ્રીય

કેરળમાં માનસિક ત્રાસ અને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ટ્રાન્સજેન્ડરે ઉમેદવારી પરત ખેંચી

પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પરંતુ કેરલમાં એક ટ્રાન્સજેન્ડરે પણ ઉમેદવારી નોંધાવી હતી. જાેકે માનસીક ત્રાસ અને મારી નાખવાની ધમકી મળતા તેઓ આ ઈલેક્શન પ્રક્રીયામાંથી બહાર નિકળી ગયા છે. તેમણે પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

અનન્યા કુમારી અલેક્સે જણાવ્યું કે ડીએસજેપીના નેતાઓએ મને ઉમેદવાર પીકે કુન્હાલીકુડ્ડી સામે ખોટું બોલવા અને એલડીએફ સરકારની ટીકા કરવાની ફરજ પાડી હતી. કેરળમાં ૧૪૦ સીટો વાળી વિધાનસભામાં ૬ એપ્રિલે એક જ ચરણમાં મતદાન થવાનું છે. રાજ્યમાં વામ દળની સરકાર છે.

એલેક્સ મલપ્પુરમ જિલ્લામાં વેંગારા મતદાન ક્ષેત્રના ડેમોક્રેટિક સોશિયલ જસ્ટિસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડીએસજેપીના નેતાઓએ તેમને સતત માનસિક રીતે હેરાન કર્યા. તેમણે પાર્ટીના નેતાઓ પર ચૂંટણી પ્રતિદ્વિંદિયો અને એલડીએફ સરકારની વિરુદ્ધ નિવેદન બાજી માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે પાર્ટીના નેતાઓએ તેમને અપમાનિત કર્યા છે.

તેમણે ડ્ઢજીત્નઁ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેમણે પડદામાં રહેવાનું કહેવામાં આવતું હતુ. તેમને એક વેશ્યા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીના નેતાએ તેમનો ઉપયોગ કર્યો છે.

Related Posts