6 વર્ષના દીર્ઘ શૈક્ષણિક સેવાકાળ અને પે સેન્ટર આચાર્ય તરીકેની જવાબદારીને બિરદાવતાં મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
શિક્ષક અંનતકાળ સુધી પ્રભાવિત કરે છે લીલીબેન ડામોર ના શિક્ષણ પ્રત્યે ના ઉમદા ગુણે અમિટ છાપ છોડી અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ સત્કાર સમારોહ માં હાજરી આપી
દામનગર: દામનગર શાળા નંબર-૧નાં આદરણીય શિક્ષિકા શ્રીમતી લીલાબેન ડામોરની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.લીલાબેન નિવૃત એ.એસ.આઈ.મોહનભાઈ કટારાનાં ધર્મપત્ની છે.લીલાબેને શિક્ષણક્ષેત્રે સતત 36 વર્ષ સુધી પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરી છે. શિક્ષિકા તરીકેની ફરજ નિભાવવાની સાથે તેમણે પે સેન્ટર આચાર્ય તરીકે પણ જવાબદારી સંભાળી હતી.જેમાં શાળાને રાષ્ટ્રીય સ્વછતા કક્ષાનો એવોર્ડ મળ્યો હતો.તેમની આ લાંબી અને સમર્પિત શૈક્ષણિક સફરને બિરદાવવા માટે શિક્ષણજગતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પત્રકારો, ગામના અગ્રણી નાગરિકો, વિવિધ શાળાઓના શિક્ષકો-આચાર્યો તથા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગભાઈ જોષી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ વિરડીયા, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડીયા, જિલ્લા સંઘના ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પરમાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ કાકડિયા, લાઠી તાલુકા પ્રમુખ શ્રી હિતેશભાઈ સોરઠીયા,મહામંત્રી શ્રી સરવૈયાભાઈ, મહામંત્રી શ્રી મહેશભાઈ ચૌહાણ, લાઠી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પરમાર, સી.આર. સી.કો.દિલીપભાઈ,ડૉ. અખિલેશ તથા વરિષ્ઠ પત્રકાર શ્રી નટુભાઈ ભાતિયા, મુકેશભાઈ એચ. કટારા,અલ્કાબેન એચ. કટારા,સંગીતાબેન એચ. કટારા,પ્રકાશભાઈ જી. કટારા,સવિતાબેન એચ. પારગી,પ્રતિક એચ. પારગી, હેતલબેન પી.ગામેતી ,પ્રદીપભાઈ જી.ગામેતી,ચૈતન્ય પી.ગામેતી,નિરુબેનઆર.કલાસવા, જીવરાજભાઈ એન.મોડિયા,રેખાબેન જે.મોડિયા,ભાગર્વ જે. મોડિયા,શિવાનીજે. મોડિયા,વસંતભાઈ પી. ડામોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લીલાબેન ડામોરે પોતાના 36 વર્ષના સેવાકાળ દરમિયાન શિક્ષણને માત્ર વ્યવસાય નહીં, પરંતુ સમાજઘડતરનું પવિત્ર માધ્યમ માનીને ફરજ નિભાવી હતી. શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન કરવાની સાથે પે સેન્ટર આચાર્ય તરીકે પણ શૈક્ષણિક અને વહીવટી જવાબદારીઓનું વહન કર્યું હતું. તેમનો આ સેવાભાવ, કાર્યનિષ્ઠા અને અનુભવ શિક્ષણજગત માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લીલાબેનની શૈક્ષણિક સેવાઓને યાદ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. 36 વર્ષનો લાંબો સેવાકાળ એ માત્ર સમયગાળો નથી, પરંતુ અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવાની, તેમને સંસ્કારિત કરવાની અને શિક્ષણક્ષેત્રે પોતાની ફરજ પ્રત્યે સમર્પિત રહેવાની ગૌરવપૂર્ણ સફર છે, તેવા ભાવ સાથે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
સમારોહ દરમિયાન લીલાબેનને શાલ ઓઢાડીને, વિવિધ સ્મૃતિચિહ્નો અને સન્માનપત્ર અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારજનો, સહકર્મીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ તેમને નિવૃત્તિ પછીના જીવન માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને આનંદની શુભકામનાઓ પાઠવી હતી.
નિવૃત્તિ એટલે સેવાકાર્યનો અંત નહીં, પરંતુ જીવનની નવી સફરની શરૂઆત. શિક્ષક ભલે ફરજમાંથી નિવૃત્ત થાય, પરંતુ તેમણે વિદ્યાર્થીઓના હૃદયમાં પ્રગટાવેલો જ્ઞાનનો દીપ કાયમ પ્રકાશિત રહે છે. લીલાબેન ડામોરની 36 વર્ષની સમર્પિત શૈક્ષણિક યાત્રાને બિરદાવતો આ વિદાય સન્માન સમારોહ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સમગ્ર તાલુકા ભર માંથી કેળવણી રત્નોએ લાગણીસભર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.



















Recent Comments