સુરતમાં ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે પણ આજે એક ચોરીની વિચિત્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ સીસીટીવી વાયરલ થતાં ભલભલા લોકો ચોંકી ઉઠ્યા હતા. અહિયાં કોઇ કિમતી સામાનની ચોરી થતી નથી. તો પહેલા સીસીટીવીમાં જાેઇને સમજી લો શેની ચોરી થઇ રહી છે.
સુરતમાં અનેક ચોરીની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાતી હોય છે પણ આજે એક એવી ચોરીની ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ એક વખત માટે વિચારમાં પડી જશો. સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાન સોસાયટીની બહાર રાખેલી કચરાની ડોલ અને પોતાની બાઈક ઉપર લઈને જતો રહે છે. આ કચરાની ડોલની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જાેકે, સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. ભૂતકાળમાં આ જ પ્રકારે દુકાનની બહાર મૂકેલું પોતું મારવાનો દંડો ચોરી જવાની ઘટના બની હતી. જેને લઇને દુકાન માલિકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એક સમયે પણ સીસીટીવી સામે આવ્યા હતા.
ત્યારે ફરી એક વખત ચોરીની ઘટના જે રીતે સામે આવી છે આ આખી ઘટનામાં એક યુવક જે રીતે કચરાની ડોલની ચોરી કરી પોતાની મોટરસાયકલ પર બાંધીને જતો રહે છે, એટલે કે કિંમતી સામાનની ચોરી કરવી એ ઘટના પોલીસ ચોપડે નોંધાતી હોય છે પણ કચરાની ચોરીની ઘટનાને લઇને લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
જે પ્રકારે સીસીટીવી વાયરલ થયા છે તેને લઈને લોકો ડોલની ચોરી કરવાની સ્ટાઇલને સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટનો મારો કરી દીધો છે. જાેકે, આ મામલે સત્તાવાર કોઈ ફરીયાદ દાખલ થઇ નથી. પણ પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ધૂમ મચાવી રહ્યો છે.
Recent Comments