દામનગર ના ભટવદર ગ્રામપંચાયત કચેરી દ્વારા કામ થયા વગર નાણાં ચૂકવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત અંગે ની લેખિત ફરિયાદ સંદર્ભ માં અમરેલી જિલ્લા કલેકટર શ્રી દ્વારા નં. જનરલ/વશી/૧૭૧૬/ઈ-૧૨૭૧૫૪/૨૦૨૬ તાલુકા વિકાસ અધિકારીશ્રી લાઠી ને ભટવદર ગ્રામ પંચાયત કચેરી માં સરકારી નાણાંકીય કાયમી ઉચાપત સંદર્ભ ની કરણસિંહ રાઠોડ ની ફરિયાદ અંગે તાકીદ કરતો પત્ર પાઠવ્યો કરણસિંહ બનેસિંહ રાઠોડ, મુ. ભટવદર, તા.લાઠી, જિ. અમરેલીની તા.૦૭/૦૯/૨૦૨૬ના રોજની સરકારી નાણાંની કાયમી ઉચાપત અંગે સરકાર પક્ષે ફોજદારી ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી જે અંગે અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને ઉદેશી આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું લાઠી તાલુકા પંચાયત કચેરી હેઠળ ભટવદર ગ્રામ પંચાયત માં કામ થયા વગર નાણાં ચૂકવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત થઈ હોવા ની સ્થાનિક કક્ષા એ ઉઠેલ ફરીયાદ સંદર્ભ માં તાલુકા પંચાયત કચેરી લાઠી તાલુકા વિકાસ અધિકારી એ અંગે સ્થળ પંચરોજ કામ કર્યું છે? કામ વગર અપાયેલ કમ્પ્લીશન અંગે શું પગલાં લેશે? ભટવદર ગ્રામ પંચાયત કચેરી એ કામ થયા વગર નાણાં ચૂકવી કાયમી સરકારી નાણાંકીય ઉચાપત અંગે તાલુકા વિકાસ અધિકારી શું સરકાર પક્ષે પોલીસ ફરિયાદ કરી નાણાં રિકવરી કરશે? કે આવી ગેરીરીતિ ચાલવા દેશે? અનુજાતિ ના સ્મશાન માં પાણી માટે રીગદાર અને ડોમ સહિત અનેક વિકાસ કામો ની ગ્રાન્ટ કામો થયા વગર જ ચૂકવાય હોવા ના આ કિસ્સા માં તાલુકા પંચાયત ની પણ સંડોવણી હોવા ની ચર્ચા ટોક ઓફ ઘી ટાઉન બની છે
ભટવદર ગ્રામ પંચાયત કચેરી એ કામ થયા વગર નાણાં ચૂકવ્યા ની ફરિયાદ અંગે જિલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પત્ર



















Recent Comments