માર્કેટયાર્ડનાં ચેરમેન પી.પી. સોજીત્રા અને ભાજપ લીગલ સેલનાં કન્વીનર પિયુષ શુકલનું સન્માન
અમરેલીમાં આવેલ ઠાકરથાળમાં અમરેલી માર્કેટીંગ યાર્ડના નવા વરાયેલા ચેરમેન પી.પી. સોજીત્રા તેમજ અમરેલી જિલ્લા ભાજપ લીગલ સેલના નવા વરાયેલા કન્વીનર સિનિયર એડવોકેટ પિયુષ જે. શુકલનું સન્માન સમારોહ તેમની સાથે જોડાયેલ મોર્નિંગ વોક ગૃપના મિત્રો તથા વેપારીઓ દ્વારા સંગીત સંઘ્યા સાથે યોજવામાં આવેલ હતો અને આ સન્માનસમારોહનો કાર્યક્રમ અમરેલી ઠાકરથાળ તેમજ સરજુ જવેલર્સ વાળા ભવનેશભાઈ પરીખ તથા તેની સાથેના વેપારી મિત્રો નિલેશભાઈ ધોળકીયા (શ્રીનાથજી જવેલર્સ) તથા જીતેનભાઈ ધોળકીયા (ચિંતન જવેલર્સ) તથા ચંદ્રેશભાઈ ધોળકીયા (મધુવન ગોલ્ડ આર્ટ) તથા મેહુલભાઈ દેસાઈ (નવનીત ઓટો) સુશીરભાઈ (લાડકવાયુ) તથા અનિલભાઈ આડતીયા (મધુવન લેબોરેટરી), ડો. નિખીલેશ જાની (વેદરાજ), ડો. નિલેશ ઝાલાવાડીયા, ડો. ચિરાગ કોલડીયા, ડો. અંકિત રાઠોડ, ડો. પરેશભાઈ જોષી, જીતુભાઈ (ગોપાલ ગારમેન્ટસ) તથા કારાઓકે ગૃપના નવા ઉભરતા ગાયક મેહુલભાઈ શુકલ, પ્રતીકભાઈ જોષી, જયેશભાઈ, પ્રફુલભાઈ શેલડીયા, વિપુલભાઈ મહેતા, રાહુલભાઈ, સંજયભાઈ ત્રિવેદી, તુષારભાઈ, ભાવેશભાઈ અને એડવોકેટ ચેતનભાઈ રાવળ, ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, સાગરભાઈ ભાયાણી વિગેરે હાજર રહેલ અને બંને મહાનુભાવોનું શુભેચ્છા પાઠવી અને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરેલ હતું.
Recent Comments