રાજ્યમાં છાશવારે મહિલાઓ પર અત્યાચારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે, ત્યારે ફરી એકવાર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં મહિલાને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો દાહોદ જિલ્લાને શર્મસાર કરી મૂકે તેવો છે. દાહોદના ફતેપુરામાં મહિલાને માર મારતો વાયરલ વીડિયો સાગડાપાડાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે અંગત અદાવતમાં મહિલા પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાને ફરીથી શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફતેપુરા તાલુકામાં જાહેરમાં એક મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો સાગડાપાડા ગામનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ ઘટનામાં અંગત અદાવતમાં મહિલાને જાહેરમાં લાકડીથી માર મારવામાં આવી રહ્યો હતો, આ વીડિયોને કારણે ચારેબાજુ ચકચાર મચી જવા પામ્યો છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ દાહોદ જિલ્લામાં જાહેરમાં મહિલાઓ સાથે અત્યાચારના અનેક વીડિયો વાયરલ થઈ ગયા છે. મહિલાઓ પર અત્યાચાર ગુજારનાર લોકો સામે કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલાને હાથ પકડીને રોડ ઉપર ઘસેડી માર મારવામાં આવ્યો હતો. એક મહિલા ઘરની બહાર રોડની બાજુમાં જમીન ઉપર પડેલી છે અને એક પુરુષ મહિલાને લાકડી વડે માર મારી રહ્યો છે. ત્યારે અન્ય એક પુરુષના હાથમાં પણ લાકડી હતી. આ પુરુષો મહિલાને અપશબ્દો બોલી રહ્યા છે. જાેકે, શરમજનક તમાશો જાેવા માટે ટોળું એકઠું થયું હતું.
આ ઘટના નજરે જાેનાર એક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી અને ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
Recent Comments