ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા મુસાફરોને સલામત, સુવિધાસભર અને નિયમબદ્ધ પરિવહન સેવા મળી રહે તે હેતુથી
ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન ચેકિંગ સ્કવોર્ડ અને સુરક્ષા શાખા દ્વારા બસો તથા બસ સ્ટેશનો ખાતે સઘન ચેકિંગ
કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન વગર ટિકિટ મુસાફરી કરતા ૨૫ મુસાફરો ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ રૂ. ૫,૮૪૦નો
દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત, મુસાફરો પાસેથી નાણાં મેળવી ટિકિટ નહીં આપવાના કિસ્સામાં ત્રણ કંડક્ટરો
સામે નિગમના ધારાધોરણો મુજબ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર એસ.ટી.વિભાગ હેઠળના કુલ ૦૮ ડેપો ખાતે તમાકુ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં
આવી હતી. બસ તથા બસ સ્ટેશન પર જાહેરમાં ધૂમ્રપાન કરવા તેમજ પાન-માવાની પિચકારી મારી ગંદકી ફેલાવવા
બદલ ૪૮૯ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂ. ૪,૯૮૦નો દંડ વસૂલાયો હતો.
આ ઉપરાંત, પાર્કિંગ ઝોનના નિયમોનો ભંગ કરવા તેમજ બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા ૦૮ ખાનગી
વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ વાહનો સામેની કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. ૧,૮૯,૮૦૦નો દંડ વસૂલવામાં
આવ્યો હતો.
આમ, ઓગસ્ટ માસ દરમિયાન વિવિધ પ્રકારના નિયમભંગ બદલ ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા કુલ રૂ.
૨,૦૦,૬૨૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
મુસાફરોને નિયમબદ્ધ, સ્વચ્છ અને સલામત જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે આવી ચેકિંગ અને દંડાત્મક
કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
જાહેર પરિવહન સેવામાં અનિયમિતતાઓને અટકાવી મુસાફરો માટે વધુ સુદૃઢ અને શિસ્તબદ્ધ વ્યવસ્થા ઊભી કરવા
ભાવનગર એસ.ટી. વિભાગ કટિબદ્ધ હોવાનું વિભાગીય નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.૦૦૦૦
ભાવનગર એસ.ટી. વિભાગની કડક કાર્યવાહી: ઓગસ્ટ માસમાં નિયમભંગ બદલ રૂ. ૨.૦૦ લાખથી વધુનો દંડ વસૂલાયો

















Recent Comments