અમરેલી

સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં જટિલ ગાયનેક સર્જરીઓ સફળ: દર્દીઓને મળી મફત અને શ્રેષ્ઠ સારવાર

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા જી.અમરેલી ગર્ભાશયનું અતિ જોખમી ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ.  જેમાં ગર્ભાશયમાંથી ૯ ગાંઠ કાઢવામાં આવેલ જેમાંથી ૯ સે.મી.ની મોટામાં મોટી ગાંઠ હતી અને અન્ય ૩-૪ સે.મી. 

સાવરકુંડલામાં આવેલી કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં તા.૧૪.૦૮.૨૦૨૬ ના રોજ ૩૨ વર્ષીય મહિલા જેનું આગળ ૨ સીઝરીયન ઓપરેશન કરવામાં આવેલ હતું.  દર્દીને વધારે માસિકની તકલીફ અને બાળક રહેતું ન હોવાથી ખુબ તકલીફ થતી હતી જેના કારણે સોનોગ્રાફી તપાસ કરતા ની ગર્ભાશયની અંદર ઘણી બધી સ્નાયુની ગાંઠ જોવા મળેલ હતી. આવા કિસ્સામાં મોટાભાગે ગર્ભાશય કાઢી નાખવામાં આવતું હોય છે જયારે અત્રેની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ડો.અભિષેક ચૌહાણ – ગાયનેકોલોજીસ્ટ અને ડો.દર્શિતા સોલંકી – ગાયનેકોલોજીસ્ટ દ્વારા ગર્ભાશય બચાવી ફક્ત  ગર્ભાશયમાંથી ૯ ગાંઠ કાઢવામાં આવેલ હતી આ ખૂબ જ મુશ્કેલી વાળું તેમજ હાઇ રિસ્ક ઓપરેશન કરનાર ગાયનેકોલોજીસ્ટ અને તેની સાથે એનેસ્થેસ્ટિક ડો. કુલદીપ કાવઠીયા અને ઓપરેશન થિયેટરમાં કામ કરનાર નર્સિંગ સ્ટાફ જેમાં વિલાસબેન ગોલ દ્વારા આ ઓપરેશન સફળતા પૂર્વક પૂરું કરેલ હતું. 

વધુમાં આ સિવાય તા.૨૧.૦૮.૨૦૨૬ના રોજ ૨૬ વર્ષીય મહિલાની ગર્ભાશયમાંથી અંદાજે ૧૦ સે.મી.ની એક મોટી ગાંઠ કાઢવાનુ સફળ ઓપરેશન કરવામા આવેલ હતુ. આ ઓપરેશન હાઇ રિસ્ક ઓપરેશન કરનાર ડો.દર્શીતા સોલંકી- ગાયનેકોલોજીસ્ટ , ડો.અભીષેક ચૌહાણ – ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેસ્ટીક ડો.કુલદીપ કાવઠીયા અને ઓપરેશન થીયેટરમા કામ કરનાર નર્સિગ સ્ટાફ જેમા વિલાસબેન ગોલ દ્વારા આ ઓપરેશન સફળતા પૂર્વક પૂરું કરેલ હતું અને આજરોજ તા.૦૯.૦૯.૨૦૨૬ ના રોજ ૨૭ વર્ષીય મહિલાની અંડાશયમાં પાણીની અંદાજે ૧૨ સે.મી. ની એક મોટી ગાંઠ હતી જેના ઉપર વળ ચઢી ગયેલ હોવાથી દર્દીને જીવ જોખમમાં મુકાતા આગળ બે સીઝેરીયન હોવા છતાં ઇમરજન્સીમાં લેપ્રોટોમી કરી વળ છુટા પાડી ગાંઠ કાઢવામાં આવી અને સમયસર ઓપરેશન થતા દર્દીનો જીવ જોખમમાંથી બચી ગયેલ આ ઓપરેશન હાઇ રિસ્ક ઓપરેશન કરનાર ડો.અભિષેક ચૌહાણ – ગાયનેકોલોજીસ્ટ અને ડો.દર્શિતા સોલંકી – ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેસ્ટીક ડો.હસમુખ કાપડિયા અને ઓપરેશન થીયેટરમાં કામ કરનાર નર્સિગ સ્ટાફ જેમા બલભદ્ર ધાખડા દ્વારા આ ઓપરેશન સફળતા પૂર્વક પૂરું કરેલ હતું આ  આવા મોટા જોખમી ઓપરેશનો પ્રાઈવેટ હોસ્પિટલમાં કરવામાં આવે તો દર્દીને લાખો રૂપિયા ચૂકવવા પડતાં હોય છે જે અત્રે તદન ફ્રી માં કરવામાં આવે છે જેનો શ્રેય અત્રેના અધિક્ષકશ્રીના માર્ગદર્શન તળે તમામ કામગીરી કરવામાં આવે છે. 

આ ઉપરાંત અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે  શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડે છે.  તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે. 

આ ઉપરાંત અત્રેની હોસ્પિટલ ખાતે જનરલ ઓ.પી.ડી. અને ઈમરજન્સી (૨૪*૭) , MLC , જનરલ સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, દાંત વિભાગ, બાળરોગ નિષ્ણાંત, એમ.ડી. ફિઝિશ્યન, સ્કિન (ચામડીના) નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત,આંખના નિષ્ણાંત, રેડિયોલોજીસ્ટ (સોનોગ્રાફીની સેવાઓ), ઓર્થોપેડીક(હાડકાના) નિષ્ણાંત, લેબોરેટરી (માઇક્રોબાયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ) અને એનેસ્થેસ્ટિસ્ટ તેમજ એક્સ-રે, હોમિયોપેથીક, ફિઝિયોથેરાપી(કસરત વિભાગ) ,બ્લડ બેંક, ડાયાલીસીસ, ટી.બી. વિભાગ, આઇ.સી.ટી.સી.(એચ.આઇ.વી.) સેન્ટર, કુપોષીત બાળકો માટે (સી.એમ.ટી.સી.) સેન્ટર, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ તેમજ રસીકરણ કેન્દ્ર ચાલુ છે અને હાલ તમામ સેવાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે..તમામ સેવાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે.અને આ તમામ સેવાઓનો લાભ વધુમાં વધુ દર્દી નારાયણને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

Related Posts