અમરેલી

અમરેલી વિદ્યાસભા કેમ્‍પસમાં રસ્‍સા ખેંચ સ્‍પર્ધાનું આયોજન

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ દ્વારા રસ્‍સા ખેંચ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં હોસ્‍ટેલ તથા સીટીના ધોરણ 9 થી 1રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાસભા સ્‍કૂલનો સ્‍ટાફગણ તથા સ્‍પોર્ટસ શિક્ષકો ઉપસ્‍થિત રહયા હતા. કુલ 10 ટીમોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધેલ હતો. અંતે ધોરણ-1ર કોમર્સના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા.

આ તકે સંસ્‍થાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ દ્વારા તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ સાધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

Related Posts