ગુજરાત

વડોદરામાં વાહન પાર્કિગના મુદ્દે તલવાર અને ચપ્પુથી હુમલો

વડોદરા શહેરમાં પાર્ક કરેલી બાઇક હટાવવાના મુદ્દે પાણીગેટમા ંરહેતા યુવક પર તલવાર અને ચપ્પુથી હૂમલો કરવામાં આવ્યો હતો.જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાણીગેટ જી.ઇ.બી.ઓફિસની પાછળ ચંબુશાના ટેકરા પર રહેતા અને ગેરેજ ચલાવતા સાકિરહુસેન ગુલામહુસેન મનસુરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું મારા ગેરેજ પર ટુ વ્હીલર રિપેર કરતો હતો.તે સમયે રાજારાણી તળાવ પર રહેતો નાસીરશા ગુલામશા દિવાન , તેનો ભાઇ સમરીશા દિવાન અને તેનો મિત્ર ઉસ્માન કાદરભાઇ મનસુરી આવ્યા હતા.સમીરે મને કહ્યું હતું કે,મારી બાઇક અહીંંયા પાર્ક કરી હતી.તે કેમ મારી બાઇક હટાવી ? ત્રણેય મારા પર ઉશ્કેરાઇ ગયા હતા.અને મને ગાળો બોલી મારી સાથે ઝપાઝપી શરૃ કરી હતી.નાશીરે તલવાર વડે મારા પર હુમલો કરી ગળાના ડાબા ભાગે ઇજા પહોંચાડી હતી.સમીરે ચપ્પુ વડે હુમલો કરીને ગળા તથા હાથની આંગળી પર ઇજા પહોંચાડી હતી.ઉસ્માને પાઇપથી હુમલો કર્યો હતો.મારી બહેન અને ભાઇ મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts