ગુજરાત

ગુજરાતના સૂકાની ભૂપેન્દ્રભાઈ દ્વારા પોતાની ટીમ તૈયાર કરાઈ

ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે ગુજરાતના નવા સૂકાનીએ પોતાની ટીમ તૈયાર કરી તેની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજી હતી અને તમામે શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળમાં સમાવેશ ગોપનીયતાની શપથ લીધા હતા. આ વર્ષે ગુજરાતનું રાજકારણ કંઈક અલગ અંદાજમાં જાેવા મળ્યુ ંહતું. જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ ૨૫નું રાખવામાં આવ્યું છે, જેમાં ૧૦ કેબિનેટ કક્ષાના મંત્રી અને ૫ સ્વતંત્ર અને ૯ રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે ૪ઃ૩૦ વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે.ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું છે.

હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા હતા, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા હતા.

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી, બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાનાં પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નિમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, પોલીસ મહાનિર્દેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.ભાજપનાં સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, ૩૦ જેટલા મંત્રીઓ-ધારાસભ્યો નો-રિપીટ થિયરીથી અત્યંત નારાજ છે અને કોઈપણ હદે જવા માટે મક્કમ છે. એમાંથી મોટા ભાગના એ મંત્રી છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. કુંવરજી બાવળિયા તો ખૂલીને બહાર આવી ગયા છે.

સમાજ દ્વારા પાર્ટી હાઇકમાન્ડને ચેતવણી આપી રહ્યા છે કે કોળી સમાજનું અપમાન થયું તો ચૂંટણીમાં જાેઈ લઈશું. અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સંભાળવી પડી છે.આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં ૨૫ વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.

જેમાં મંત્રીમંડળના સભ્યો આ પ્રમાણે છે ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી), રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા, જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ, ઋષિકેશ પટેલ, વીસનગર, પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ, રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, કનુભાઈ દેસાઈ, પારડી, કિરીટસિંહ રાણા, લીંબડી, નરેશ પટેલ, ગણદેવી, પ્રદીપ પરમાર, અસારવા, અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ, હર્ષ સંઘવી, મજુરા, જગદીશ પંચાલ, નિકોલ, બ્રિજેશ મેરજા, મોરબી જીતુ ચૌધરી, કપરાડા, મનીષા વકીલ, વડોદરા, મુકેશ પટેલ, ઓલપાડ, નિમિષાબેન સુથાર, મોરવા હડફ, અરવિંદ રૈયાણી, રાજકોટ, કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર, કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ, આર. સી. મકવાણા, મહુવા, વિનુ મોરડિયા, કતારગામ, દેવા માલમ, કેશોદ જેમણે આજે શપથ લીધા હતા.

Related Posts