સહકારી પ્રવૃતિ સહકારભાવના સાથે કામ કરતુ ક્ષેત્ર છે તેની પ્રતિતિ અમરેલી તાલુકા જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે યુવા આગેવાન ધીરૂભાઈ વાળાની બિનહરિફ નિમણુંક કરીને ચરિતાર્થ કરી છે. વાળાની બિનહરિફ વરણીને રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વિરજીભાઈ ઠુંમર, પ્રવિણભાઈ માંગરોળીયા, ભૂપતભાઈ વાળા, હરિભાઈ સાંગાણી, કિશોરભાઈ કાનપરીયા, શંભુભાઈ દેસાઈ, જીલ્લા મેનેજર જાદવ, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, રણજીભાઈ વાળા, સુરેશભાઈ શેખવા, રાજુભાઈ ધાધલ સહિત ઉપસ્થિત લોકોએ શુભેચ્છા પાઠવી હતી.
ટીંબલા ગામના સરપંચપદેથી શરૂ કરેલ રાજકીય–સહકારી સેવા પ્રવૃતિમા અમરેલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, અમરેલી જીલ્લા સહકારી સંઘના ડીરેકટર, ક્રિભકો ના ડીરેકટર અને હવે તેમા અમરેલી તાલુકા જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકેની બિનહરિફ વરણી ઉમેરાતા લોકોએ તેમને બિરદાવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ વરણી પ્રક્રિયામા સંઘાણી, સાવલીયા અને વેકરીયાનું માર્ગદર્શન અને તમામ ડીરેકટરોનો સહયોગ સાપડયો હોવાનું યાદીના અંતમા જણાવાયેલ છે.


















Recent Comments