તળાજા તાલુકાના કુંઢેલી ગામના બજરંગદાસબાપાની મઢુલી,રામદેવપીર આશ્રમ ખાતે તા.13 ને રવિવારથી શ્રી રામદેવ રામાયણ માનસ કથાનો પ્રારંભ થશે.
કથાના વક્તા શ્રી પંકજભાઈ જોશી (કુંઢેલી વાળા) સંગીતમય કથા શ્રવણ કરાવશે. કથામાં આવતા પાવન પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવશે. કથાનો સમય સવારના 9 થી 12 અને સાંજના 3 થી 6 વાગ્યા સુધી નો રહેશે.
રાત્રિના ભજન સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કુંઢેલી ગામજનોના ભક્તિભાવ અને સાથ સહકારથી આ સ્થળે સતત અગિયારમી પારાયણ કથા યોજાય રહી છે.
કથા દરમિયાન મહાપ્રસાદ ભોજનનું આયોજન દરરોજ બપોરના 12.30 કલાકે રાખેલ છે. માનસ કથાનો વિરામ તા.21 ને સોમવારે (દશમ) બપોરના 12.30 કલાકે થશે.
કથા સત્સંગ શ્રવણનો અમૂલ્ય લાભ લેવા આયોજન કમિટી અને ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.


















Recent Comments